Oxygen Express Trains: પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ 3 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી

|

May 08, 2021 | 9:21 PM

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ પશ્ચિમ રેલ્વે દ્વારા 8 મે 2021ના ​​રોજ દિલ્હી પ્રદેશ તરફ વધુ 2 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી હતી.

Oxygen Express Trains: પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ 3 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી

Follow us on

દેશભરમાં વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલ્વેના પ્રયત્નોને વેગ આપતા પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત યુદ્ધને મજબૂત બનાવવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારોને રાહત પ્રદાન કરવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)ના પરિવહન માટે વધુ 03 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ પશ્ચિમ રેલ્વે દ્વારા 8 મે 2021ના ​​રોજ દિલ્હી પ્રદેશ તરફ વધુ 2 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી હતી.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ ગુજરાતના હાપાથી 8 મે 2021ના ​​રોજ 04.45 વાગ્યે દિલ્હી કેન્ટ માટે રવાના થઈ, જેમાં 6 ટેન્કર દ્વારા 130 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું. તેવી જ રીતે, અન્ય એક ઓક્સિજન એક્સપ્રેસ ગુજરાતના હાપાથી એ જ દિવસે દિલ્હી કેન્ટ માટે 11.25 વાગ્યે રવાના થઈ, જેમાં 8 ટેન્કર દ્વારા 144 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું. લિક્વિડ મેડિકલ ઓક્સિજનના સપ્લાય માટે મેસર્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા ટેન્કર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

 

 

આ ટ્રેનો 9 મે 2021ના ​​રોજ સવારે 1,105 કિમીનું અંતર કાપ્યા પછી દિલ્હી કેન્ટ પહોંચશે. આ ટેન્કર દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક અન્ય ઓક્સિજન એક્સપ્રેસ 7 મે 2021ના ​​રોજ મુન્દ્રા પોર્ટથી 21.00 વાગ્યે દિલ્હી નજીક પાટલી માટે રવાના થઈ, જેમાં મેસર્સ અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા ટેન્કર દ્વારા 20 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું. આ ટ્રેન 8 મે 2021ના ​​રોજ તેના લક્ષ્ય સ્થાન પર પહોંચી હતી.

 

 

અધિકારી સુમિત ઠાકુરે માહિતી આપી કે પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 12 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા લગભગ 1,029 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કર્યું છે. તેને પ્રાથમિકતા પર ક્રાયોજેનિક કાર્ગોને લીધે તમામ સલામતીના પગલાને સુનિશ્ચિત કરતા લગભગ 53-56 કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપે અવિરત માર્ગ પર ચલાવવામાં આવી હતી, જેથી તેને ટૂંક સમયમાં અને વહેલી તકે નક્કી કરેલ સ્થાન પર પહોંચાડી શકાય.

 

 

તમામ પડકારોને સંબોધવા અને આ સંજોગોમાં નવા નિરાકરણો/ઉકેલો શોધવા, ભારતીય રેલ્વે દેશભરના વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)મિશન મોડમાં પ્રદાન કરવાની પ્રક્રિયા ચાલુ રાખશે. ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓને મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. આજ ક્રમમાં 07 મે 2021 સુધી ભારતીય રેલ્વે દ્વારા વિવિધ રાજ્યોને 185 ટેન્કર દ્વારા 2,960 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યું.

 

આ પણ વાંચો: 4 લાખ રેમડેસિવિર કંપનીઓ પાસે તૈયાર છે પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો! જાણો શા માટે

Published On - 9:17 pm, Sat, 8 May 21

Next Article