4 લાખ રેમડેસિવિર કંપનીઓ પાસે તૈયાર છે પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો! જાણો શા માટે

રેમડેસિવિર ઈન્જેક્શન માટે આપણે લાઈનો જોઈ અને લોકોએ આ ઈન્જેક્શનના અભાવે જીવ ખોયા એ પણ અનુભવ્યું. રેમડેસિવિર ઈન્જેક્શન બજારમાં મળી નથી રહ્યા.

4 લાખ રેમડેસિવિર કંપનીઓ પાસે તૈયાર છે પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો! જાણો શા માટે
Remdesivir Injection

રોજ બૂમ ઉઠે કે છે રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળી રહ્યા, કાળાબજાર થઈ રહ્યા છે. સ્ટોક નથી, પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે 4 લાખ જેટલા રેમડેસિવિર કંપનીઓ પાસે તૈયાર છે, પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો.

રેમડેસિવિર ઈન્જેક્શન માટે આપણે લાઈનો જોઈ અને લોકોએ આ ઈન્જેક્શનના અભાવે જીવ ખોયા એ પણ અનુભવ્યું. રેમડેસિવિર ઈન્જેક્શન બજારમાં મળી નથી રહ્યા. હોસ્પિટલો પણ હાથ ખંખેરી રહી છે, દર્દીના પરિવારજનો જેને માટે ભટકે છે એ ઈન્જેક્શનનો 4 લાખ જેટલો સ્ટોક આપણી પાસે પડ્યો છે પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. જી હાં આ હકીકત છે.

એક્સપોર્ટ ક્વોલિટીના 4 લાખ રેમડેસિવિર તૈયાર છે, છતાં તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. કારણ છે, સરકારી તંત્રની નિરસતા. એક્સપોર્ટ માટે ઈન્જેક્શન બનાવાયા પરંતુ એક્પોર્ટ કરાયું છે બંધ અને અહીં પણ તેનો ઉપયોગ કરાતો નથી, કેમકે કાયદાકીય ગુચવણો નડે છે. ત્યારે નિષ્ણાતોની સલાહ લઈને આ ગુંચ ઉકેલવી જરૂરી છે. કેમકે નહીં તો 4 લાખ જેટલાં રેમડેસિવિરનો ઉપયોગ નહીં કરાય તો એક્સપાયર થઈ જશે અને કોઈના કામમાં નહીં આવે.

ગુજરાત સરકારે BDR અને ઈન્ડાસી નામની બે કંપનીઓ પાસે મોટો જથ્થો ખરીદ્યો છે, પરંતુ બાકીની કંપનીઓએ પણ આ ઈન્જેક્શનો બનાવ્યા છે, જે એક્સપોર્ટ થવાના જ નથી. માટે તેઓ આ ઈન્જેક્શન નહીં નફો, નહીં નુકસાનના ધોરણે 899 થી પણ ઓછી કિંમતે આપવા તૈયાર છે.

મહારાષ્ટ્ર સરકારે જેમ 12 થી 15 કંપનીઓ સાથે વાટાઘાટો કરી ઈન્જેક્શનોની ડિમાન્ડ કરી છે, એમ ગુજરાતે પણ પહેલ કરવી જોઈએ એવું જાણકારો માની રહ્યા છે. આ ઈન્જેક્શનો વપરાયા વગર એક્સપાયર થઈ જશે તો કંપનીને તો નુકસાન છે જ પણ ગુજરાતને, દેશને અને માનવજાતને પણ મોટું નુકસાન થશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati