Surat : સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોનામાં અત્યાર સુધી 292 કરોડનો ખર્ચ કરાયો, ઓડિટ કાર્યવાહી શરૂ

|

Jul 22, 2021 | 8:02 AM

એક તરફ મનપાની તિજોરી તળિયે છે, તો બીજી તરફ કોરોના સમયમાં મનપાએ કરેલા ખર્ચની સામે સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટની રકમ ઓછી છે. હવે સરકાર દ્વારા બનાવાયેલી ઓડિટ કમિટી દ્વારા ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે.

Surat : સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોનામાં અત્યાર સુધી 292 કરોડનો ખર્ચ કરાયો, ઓડિટ કાર્યવાહી શરૂ
સુરત મનપાએ કોરોના સમયમાં 292 કરોડનો ખર્ચ કર્યો

Follow us on

Surat : સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા કોરોના સમયમાં 292 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેની સામે સરકાર દ્વારા 184.28 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એક તરફ મનપાની તિજોરીના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે કોરોના સમયમાં ખર્ચની સામે મળેલી ગ્રાન્ટ તરફ સરકારે ધ્યાન આપવાની જરુર છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના દરમ્યાન શહેરમાં આરોગ્યલક્ષી સેવાઓ, હોસ્પિટલમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર, દવા, ખાનગી હોસ્પિટલમાં સારવાર, કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં બેરીકેટિંગ, કોરોનાના પ્રથમ તબક્કામાં Lockdown દરમિયાન ફૂડની વ્યવસ્થા વગેરે સહિત અત્યાર સુધી કુલ 292.45 કરોડનો ખર્ચ કર્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના પાછળ કરવામાં આવેલ ખર્ચના હિસાબો ઓડિટ રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી કમિટી દ્વારા શરુ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી સમિતિ મહાનગર પાલિકાના દરેક ખર્ચની ફાઈલોનું ઓડિટ કરે છે. હવે આ ઓડિટ કમિટીએ કોરોના પાછળ અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ખર્ચ અને સરકાર સહિત અન્ય સ્ત્રોતમાંથી ઉપલબ્ધ ગ્રાન્ટ, સહાયની રકમનું ઓડિટ શરૂ કરી દીધું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રાજ્ય સરકાર તરફથી પ્રથમ તબક્કામાં Lockdown દરમિયાન રાહત શિબિર અને ફૂડની વ્યવસ્થા પેટે સુરત મહાનગર પાલિકાએ 26 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ત્રણ તબક્કામાં 158.58 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આમ રાજ્ય સરકાર તરફથી મહાનગર પાલિકાને અત્યાર સુધી કોવિડ ફૂડ વ્યવસ્થા, રાહત શિબિર પેટે 184.28 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. જ્યારે મહાનગરપાલિકા અત્યાર સુધી 292.45 કરોડનો ખર્ચ કર્યો છે.

ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને મનપાના ક્વોટા પર અપાતી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં તથા અન્ય વિવિધ સેન્ટરોમાં સારવાર સંબંધિત મહાનગર પાલિકાએ અત્યાર સુધી 28 કરોડથી વધુના બીલની ચુકવણી કરી છે.

મહાનગર પાલિકા દ્વારા કોરોનામાં થયેલ ખર્ચની ખરેખર વિગત જાણવા માટે હવે તબક્કાવાર થાય સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી રહી છે. સ્થાયી સમિતિ દ્વારા આ પૈકી આવેલી દરખાસ્તોમાં સ્પષ્ટતાના અભાવે રીફર બેક કરવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા બનાવાયેલી ઓડિટ કમિટી દ્વારા કોરોના ગ્રાન્ટ અને ખર્ચની ફાઇલોનું ઓડિટ શરૂ કરી દેવાયું છે. જે ઝડપથી પૂર્ણ થાય તે તંત્રના હિતમાં છે.

Next Article