AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વેક્સિન લેવાથી 25 લોકોની ચમકી ગઈ કિસ્મત, AMC એ લકી ડ્રોમાં વિજેતાઓને આપી આ જોરદાર ભેટ

Ahmedabad: વેક્સિન લેવાથી 25 લોકોની ચમકી ગઈ કિસ્મત, AMC એ લકી ડ્રોમાં વિજેતાઓને આપી આ જોરદાર ભેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 6:17 PM
Share

અમદાવાદમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા AMC અલગ અલગ યોજનાઓ બનાવી રહ્યું છે. જે અંતર્ગત લકી ડ્રો કરીને મોબાઈલ આપવાની યોજના બનાવી હતી. જેના વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.

જે લોકો વેક્સિન નહોતા લેતા એમને પ્રોત્સાહન આપવા AMC એ લકડી ડ્રોનું આયોજન કર્યું હતું. જેમાં વેક્સિન લે તેમને લકી ડ્રો કરીને મોબાઈલ આપવાની યોજના બનાવી હતી. આખરે રવિવારે આ રીતે જેણે જેણે વેક્સિન લીધી હતી તેમાંથી કેટલાકના નસીબ આજે ચમક્યા છે. જી હા વેક્સિન લેનાર લોકોને આજે સ્માર્ટ ફોન આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારે લગભગ 39 હજાર લોકોએ વેક્સિન લીધી હતી. જેમાંથી આ યોજના હેઠળ 25 લકી વિજેતાઓના નસીબ ચમક્યા છે. આ લકી ડ્રોમાં આ લોકોને 10 હજારની કિંમતના સ્માર્ટ ફોન અપાયા છે. આમ પાલિકા દ્વારા અલગ અલગ યોજના અને પ્રયત્નો થકી હાલમાં શહેરમાં 99.5 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને હાંસલ કરવા મનપાએ અનેક યોજના હાથ ધરી છે. આ માટે ઘણા પ્રતિબંધ પણ લગાવાયા છે. જેમાં વેક્સિન વગર જાહેર સ્થળો તેમજ ઘણા ખાનગી સ્થળોની મુલાકાત પર પ્રતિબંધ છે. આ સાથે જ મનપાએ ઘરે વેકસિન આપવાની કામગીરી પણ શરૂ કરી છે. 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ કે પછી દિવ્યાંગ નાગરિકોના ઘરે જઈને વેક્સીન આપવામાં આવી હતી. તેમજ અમુક વિસ્તારમાં વેક્સિન સાથે એક લિટર તેલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: નારાયણી નમોસ્તુતે : વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ મુખ્યપ્રધાનના હસ્તે રાજ્યની 18 મહિલાઓનું સન્માન, જાણો આ વિશિષ્ટ મહિલાઓ વિશે

આ પણ વાંચો: સાવધાન: બજારમાં નકલી નોટો ફેરવતો શખ્સ ઝડપાયો, આટલા લાખની ફેક નોટોનો સોદો કરવા આવ્યો હતો

Published on: Oct 14, 2021 06:11 PM
g clip-path="url(#clip0_868_265)">