સાવધાન: બજારમાં નકલી નોટો ફેરવતો શખ્સ ઝડપાયો, આટલા લાખની ફેક નોટોનો સોદો કરવા આવ્યો હતો
અમદાવાદના રામોલમાં નકલી ચલણી નોટોનો કેસ સામે આવ્યો છે. બજારમાં ફેક કરન્સીનો સોદો કરવા આવેલા શક્સને પોલીસે ઝડપી તો પાડ્યો છે. પરંતુ અગાઉ બજારમાં ફરતી કરેલી નોટો અંગે આશંકા છે.
અમદાવાદના રામોલમાં નકલી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રામોલ પોલીસે 3 લાખની ચલણી નોટો સાથે શખ્સને પકડી પાડ્યો હતો. નકલી નોટો સાથે બજારમાં સોદો કરવા આવનાર શખ્સની ધરપકડ કરી છે. આ વ્યક્તિ બજારમાં રૂપિયા 2 હજાર અને 500 ના દરની નકલી ચલણી નોટો લઈને બજારમાં વેચવા આવ્યો હતો. ફેક કરન્સી લઈને બજારમાં સોદો કરવા આવનાર શખ્સનું નામ વિકેશ મધુકર વનીયાર છે. પરંતુ આ ગુનો આચરતો શખ્સ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. તેણે અત્યાર સુધીમાં લાખો રૂપિયાની નકલી ચલણી નોટો બજારમાં ફેરવી હોવાની આશંકા છે. આવામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
જણાવી દઈએ કે રામોલ પોલીસને બાતમી મળી હતી. તેના આધારે ખોખરાનો જ રહેવાસી વિકેશ મધુકર નકલી નોટો સાથે ઝડપાયો છે. લગભગ 3 લાખની નકલી નોટો તેની પાસેથી મળી આવી છે. હાલમાં તેણે બજારમાં પણ 1 લાખથી પણ વધુ નકલી નોટો ફેરવી હોવાની પણ આશંકા છે. આવામાં રંગેહાથ પકડાયેલા આરોપીના નેટવર્ક અને આ નોટ ક્યાંથી લવાતી હતી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad: સંબંધોને શર્મસાર કરે એવી ઘટના, માત્ર એક દિવસના બાળકને ત્યજીને કેમ ભાગી રહી હતી આ મહિલા?
આ પણ વાંચો: ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુનો મુદ્દો, રેલ્વેએ વિસાવદર-તલાલા બ્રોડગેજ પ્રોજેક્ટ પડતો મુક્યો