Gold ETF: ફેસ્ટિવલ અને મેરેજ સિઝનના કારણે સોનાની માંગમાં ઉછાળો, ઓક્ટોબરમાં GOLD ETFમાં 303 કરોડનું રોકાણ થયું

પેપર ગોલ્ડમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત ગોલ્ડ ETF ખરીદી છે. તે એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ છે જે સોનાના ઘટતા અને વધતા ભાવ પર આધારિત છે. ETF વધુ કોસ્ટ -ઇફેક્ટિવ છે.

Gold ETF: ફેસ્ટિવલ અને મેરેજ સિઝનના કારણે સોનાની માંગમાં ઉછાળો, ઓક્ટોબરમાં GOLD  ETFમાં 303 કરોડનું રોકાણ થયું
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 7:17 AM

તહેવારોની મોસમની માંગને કારણે ઓક્ટોબરમાં ગોલ્ડ ETFમાં રોકાણકારોનો વિશ્વાસ અકબંધ રહ્યો હતો. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સે ઓક્ટોબરમાં રૂ. 303 કરોડની ચોખ્ખી કમાણી કરી હતી. જો કે, સપ્ટેમ્બરના રૂ. 446 કરોડના ચોખ્ખા પ્રવાહ કરતાં આ ઓછો હતો. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે એમ્ફીના ડેટા દર્શાવે છે કે આ કેટેગરીમાં ઓગસ્ટમાં રૂ. 24 કરોડનો ચોખ્ખો પ્રવાહ નોંધાયો હતો.

LXMEના સ્થાપક પ્રીતિ રાઠી ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ગોલ્ડ ETFsમાં પણ ઓક્ટોબર દરમિયાન આશરે રૂ 303 કરોડનો યોગ્ય પ્રવાહ જોવા મળ્યો હતો. અપેક્ષાઓ અનુસાર તહેવારોની સિઝનમાં એસેટ ક્લાસની માંગ અકબંધ રહી હતી. આ વર્ષે ધનતેરસ પર સોનાના વેચાણનું સ્તર 2019ના ધનતેરસ કરતાં લગભગ 20 ટન વધુ હતું.

પોર્ટફોલિયોમાં સોનાના વેઇટેજમાં વધારો નીચા ઈનફ્લો તરફ દોરી જતું અન્ય એક પરિબળ રોકાણકારોનું શેરબજાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યા છે. “આ પરિબળો હોવા છતાં ઓક્ટોબરમાં ચોખ્ખો નાણાપ્રવાહ હજુ પણ યોગ્ય છે અને આ સૂચવે છે કે રોકાણકારો તેમના રોકાણ પોર્ટફોલિયોમાં સોનાને પસંદકરે છે તેવો ઈશારો કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગોલ્ડ ETF શું છે? પેપર ગોલ્ડમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત ગોલ્ડ ETF ખરીદી છે. તે એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ છે જે સોનાના ઘટતા અને વધતા ભાવ પર આધારિત છે. ETF વધુ કોસ્ટ -ઇફેક્ટિવ છે. એક ગોલ્ડ ETF યુનિટ એટલે 1 ગ્રામ સોનું થાય છે. તે શેરોમાં રોકાણ તેમજ સોનામાં રોકાણ કરવાની સુગમતા આપે છે. ગોલ્ડ ETFની ખરીદી અને વેચાણ BSE અને NSE પર સ્ટોકની જેમ જ કરી શકાય છે.

 SIP દ્વારા પણ રોકાણ કરી શકાય ગોલ્ડ ઇટીએફ યુનિટને સ્ટોકની જેમ ખરીદી શકાય છે. ફિઝિકલ ગોલ્ડની સરખામણીમાં તેના પર ખરીદીનો ચાર્જ ઓછો છે. 100% શુદ્ધતાની ખાતરી આપવામાં આવે છે. તેમાં SIP દ્વારા રોકાણની સુવિધા છે.

આ પણ વાંચો : Petrol Diesel Price in India: હજુ પણ ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ કરી આ મહત્વની વાત

આ પણ વાંચો : ડોલરનું મૂલ્ય 16 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, જાણો દેશના સામાન્ય માણસ ઉપર શું પડશે અસર

g clip-path="url(#clip0_868_265)">