Swimming Diet Tips : સ્વિમિંગ પહેલા અને પછી શું ખાવુ જોઈએ ? જાણો તમામ માહિતી
Swimming Tips : સ્વિમિંગ એ સ્વાસ્થ માટેની એક ખુબ જ સરસ કસરત છે. સ્વિમિંગને કારણે શરીરના દરેક અંગને લાભ મળે છે. પણ તેની સાથે સાથે તમારા આહારનું પણ ધ્યાન રાખવુ એટલુ જ જરુરી છે.

ભારત સહિત દુનિયામાં અનેક દેશોમાં હાલમાં ગરમીનો માહોલ છે. લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ગરમીથી રાહત મેળવવા માટે લોકો જાત જાતના ઉપાય કરી રહ્યા છે. ઘણા લોકો ગરમીથી બચવા સ્વિમિંગ (Swimming) કરી રહ્યા હોય છે. જેનાથી શરીરની કસરત પણ થાય છે અને શરીરને ગરમીમાંથી રાહત પણ મળે છે. ગરમીથી બચવા માટે કેટલાક સ્વિમિંગ પહેલા અને પછીના ખોરાક ખાય છે. સ્વિમિંગ કરવાથી કેલરી પણ ઘટે છે. સ્વિમિંગ એ રમતગમતની પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. પરંતુ સ્વિમિંગ કર્યા પછી ખુબ ભૂખ પણ લાગે છે અને કેટલીકવાર લોકો વધુ ખાય લે છે. આ આદત તમારા વજનને ઘટાડવાને બદલે વધારી શકે છે. એટલે જ સ્વિમિંગ પહેલા અને પછી શું ખાવુ (Swimming Diet Tips) તે અંગે જાણકારી મેળવી જરુરી છે.
હાલમાં જ જાણીતી ન્યુટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ સ્વિમિંગ માટેના ખોરાક વિશે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે સ્વિમિંગ માટે ફૂડ સંબંધિત કેવા પ્રકારની પ્રી અને પ્રો ટિપ્સ ફોલો કરવી જોઈએ તેની માહિતી શેર કરી છે. તો ચાલો જાણીએ સ્વિમિંગ પહેલા અને પછી શું ખાવુ જોઈએ.
પૂજા માખીજાનો વીડિયો
View this post on Instagram
સ્વિમિંગ પહેલા શું ખાવુ જોઈએ ?
પૂજા માખીજાના મતે જો તમે સ્વિમિંગ કરવા જઈ રહ્યા છો તો તે પહેલા ખાવામાં ખાસ ધ્યાન રાખો. સ્વિમિંગ કરતા પહેલા હંમેશા હળવો ખોરાક લેવો જોઈએ. આ કારણ છે કે, જ્યારે તમે સ્વિમિંગ કરો છો, ત્યારે હૃદયના ધબકારા ઝડપી થાય છે, સાથે જ શરીરને વધુ મહેનત કરવી પડે છે. ભારે ખાવાને કારણે શરીરની એનર્જી તેને પચાવવા માટે કામે લાગી જાય છે અને સ્વિમિંગ કરતી વખતે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
સ્વિમિંગ પછી શું ખાવુ જોઈએ ?
પૂજા માખીજાના મતે સ્વિમિંગના અડધા કલાક પછી ભારે ખોરાક લેવો જોઈએ. જો તમે ઇચ્છો તો તમે નાસ્તો અથવા લંચ તરીકે ભારે ખોરાક ખાઈ શકો છો. તેણે એ પણ કહ્યું કે સ્વિમિંગ પહેલા અને પછી પાણી પીવું જોઈએ. પૂજા માખીજાની આ ટિપ્સ તમે સ્વિમિંગ સમયે ફોલો કરી શકો છો.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.