Health : જાણો Beetrootથી થતાં ફાયદાઓ અને ગેરફાયદાઓ
Beetroot થી ઘણા બધા ફાયદાઓ થાય છે તેથી તેને સુપર ફૂડની કેટેગરીમાં રાખવામાં આવે છે. તે જ રીતે તેના સલાડનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
Health : Beetroot થી ઘણા બધા ફાયદાઓ થાય છે તેથી તેને સુપર ફૂડની કેટેગરીમાં રાખવામાં આવે છે. તે જ રીતે તેના સલાડનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેટલાક લોકો તેનો ઉપયોગ ત્વચાને સ્વસ્થ બનાવવા માટે કરે છે, જ્યારે કેટલાક તેનો ઉપયોગ તેની Stamina વધારવા માટે કરે છે. આ લેખ દ્વારા, તમને જણાવીશું કે બિટના રસથી સ્વાસ્થ્યને શું ફાયદા થઈ શકે છે. તેના ગેરફાયદા પણ તમે જાણશો.
બિટરૂટના ફાયદા
બિટ રસની અંદર વિટામિન A, કેલ્શિયમ, વિટામિન C અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેના કારણે ત્વચા અને વાળ જ તંદુરસ્ત થાય છે, પરંતુ તે શરીરને સ્વસ્થ રાખે છે. ચાલો જાણીએ તેના ફાયદા:
બિટના રસથી યુવાન દેખાશો બિટમાં એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે, જે એન્ટિ એજિંગની સમસ્યાને દૂર રાખે છે. નિયત માત્રામાં જ્યૂસનું સેવન કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. નિયમીત સેવનથી વધતી જતી ઉંંમર પર લગામ લગાવી શકાય છે.
બિટના સેવનથી ખરતા વાળ બંધ થઈ શકશે વાળ ખરવા પાછળ શરીરીમાં પોટેશિયમની કમી કારણભૂત હોય શકે છે અને બિટમાંં પુષ્કળ માત્રમાં પોટેશિયમ હોય છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી ખરતા વાળની સમસ્યાથી છુટકારો મળે છે
શરીરમાં સોજાની સમસ્યાથી આપશે રાહત જ્યારે શરીરમાં સોજા ચડે છે ત્યારે એમ સમજવું કે પ્રતિ રક્ષા તંત્ર સંક્રમણ માટે લડતું હોય છે, જેના કારણે શરીરમાં સોજા ચડી જાય છે. જેના કારણે વ્યક્તિને દુખાવાનો અનુભવ થાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે બિટનું જ્યુસ ફાયદો કરાવી શકે છે.
કેન્સરના રોગમાં પણ છે ફાયદાકારક બિટનો રસ બિટના જ્યૂસમાં કેન્સર વિરોધી તત્વ હોય છે. કેન્સર સામે લડવા માટે બિટમાં ઘણા બધા ફાયદાકારક તત્વો મળી આવ્યા છે જે કેન્સર સામે લડવા માટે દર્દીને ઘણી મદદ કરી શકે છે. યોગ્ય રીતે બિટના જ્યૂસનું સેવન કેન્સરના રોગમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સ્ટેમિના વધારવા માટે બિટનું જ્યુસ અસરકારક જે લોકોને વધુ થાક લાગતો હોય અથવા તો થોડું કામ કરીને જ થાકની અનુભૂતિ થતી હોય તેવા લોકો માટે બીટ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એથ્લેટ્સ પણ બિટના જ્યૂસનું નિયમિત રીતે સેવન કરતા હોય છે કારણ કે બિટનું જ્યુસ મસલ્સમાં ઑક્સીજન ભરવા માટે મદદ રૂપ થાય છે, જેના લીધે મેદાન પર સારા દેખાવ કરવા માટે મદદ મળી શકે છે.
બિટના જ્યુસના ગેરફાયદાઓ કઈપણ વસ્તુ વધારે લેવાથી સ્વાસ્થ્યને લાભના બદલે નુકસાન થાય છે. બીટના રસ સાથે પણ કંઈક આવું જ છે.
1. જો બિટના જ્યૂસનું સેવન ચોક્કસ માત્રા કરતાં વધારે કરવામાં આવે તો તેનાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થાય છે અને કિડનીની બીમારી થાય છે.
2. બિટના રસને કારણે શરીરમાં રોગ પેદા થઈ શકે છે. આ રોગ પેશાબ સાથે સંબંધિત છે. આ રોગમાં પેશાબ ગુલાબી થઈ જાય છે અથવા પેશાબ લાલ થવા લાગે છે.
નોંધ : આ લેખ પ્રખ્યાત ડાયેટિશિયન દ્વારા આપવામાં આવેલા ઇનપુટ્સ પર બનાવવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.