AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oats Benefits: વજન ઘટાડવાથી લઈને શરીરને સ્વસ્થ રાખવા સુધી ઓટસથી થશે આ જબરદસ્ત ફાયદા

Oats Benefits : આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે આપણા શરીર માટે ખુબ લાભદાયક હોય છે. તેમાંનું જ એક છે ઓટસ. તેને ખાવાથી સ્વાસ્થ્યને ખુબ ફાયદાઓ થાય છે. વજન ઘટાડવાથી લઈને હ્દય સુધી આ ઓટસ તમારા શરીર માટે ખુબ ફાયદાકારક નીવડશે.

Oats Benefits: વજન ઘટાડવાથી લઈને શરીરને સ્વસ્થ રાખવા સુધી ઓટસથી થશે આ જબરદસ્ત ફાયદા
ઓટસ ખાવાના ફાયદાImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 10:08 PM
Share

આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે આપણા શરીર માટે ખુબ લાભદાયક હોય છે. તેમાંનું જ એક છે ઓટસ. સામાન્ય રીતે ઓટસનો ઉપયોગ નાસ્તાના રુપમાં કરવામાં આવે છે. તે શરીર માટે ખુબ ફાયદાકારક છે. તેમાં વિટામિન, ફાઈબર અને ઘણા એન્ટિઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમાં ઘણા પોષકતત્વો હોય છે. વજન ઘટાડવાથી લઈને હ્દય સુધી આ ઓટસ (Oats) તમારા શરીર માટે ખુબ ફાયદાકારક નીવડશે. ઓટસનો ઉપયોગ (Oats Benefits) આપણે ઘણી રીતે કરી શકીએ છે. તેને સ્મૂધી અને અનેક નાસ્તામાં રુપે તેને ખાઈ શકો છો. ઓટસ તમને આખો દિવસ ર્ઊજાથી ભરપૂર રાખશે. ઓટસ ખાધા પછી શરીરમાં ર્ઊજા આવશે અને ભૂખ ઓછી લાગશે. ચાલો જાણીએ ઓટસના આપણા શરીર માટે ના બીજા ફાયદાઓ.

હાર્ટએટેકથી બચાવે છે

ઓટસના એન્ટિઓક્સિડેન્ટ ગુણને કારણે તે હાર્ટએટેકથી બચવામાં મદદરુપ થશે. ઓટસ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તમારા હાર્ટને સ્વસ્થ રાખે છે.

બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

ઓટસ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. ડાયાબિટિસના દર્દીઓ પણ જો ઓટસનું સેવન કરે તો તે ડાયાબિટિસના જોખમને ઓછુ કરવામાં મદદ કરે છે.

કેન્સરના જોખમને ઓછું કરે છે

ઓટસનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી કેન્સરનું જોખમ ઘટ છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

ઓટસ તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે કારણ કે ઓટસમાં કેલરી ઓછી માત્રામાં હોય છે. તમે વજન ઘટાડવા માટે ઓટસને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તે તમારુ પેટ ભરેલુ રાખશે.

મેગ્નેશિયમનો સ્ત્રોત છે ઓટસ

ઓટસ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી હાર્ટએેટેકનું જોખમ ઘટાડે છે. ઓટસનું સેવન ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.

કબજિયાત અટકાવે છે

ઓટસમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઈબર હોય છે. તેઓ કબજિયાતની સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તેને રોજિંદા આહારમાં સામેલ કરીને તમે કબજિયાતની સમસ્યાને દૂર કરી શકો છો. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Follow Us
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
g clip-path="url(#clip0_868_265)">