જિયા ખાનની બહેને સાજિદ ખાન પર લગાવ્યા જાતીય સતામણીના આરોપ, જાણો વિગત

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો પર જાતીય સતામણીનો આરોપ લાગતો આવ્યો છે છે. આમાં ડિરેક્ટર સાજિદ ખાનનું પણ ઉમેરાઈ ગયું છે.

  • Updated On - 12:05 pm, Tue, 19 January 21 Edited By: Bipin Prajapati
જિયા ખાનની બહેને સાજિદ ખાન પર લગાવ્યા જાતીય સતામણીના આરોપ, જાણો વિગત
જિયા ખાનની બહેને લગાવ્યા આરોપ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો પર જાતીય સતામણીનો આરોપ લાગતો આવ્યો છે છે. આમાં ડિરેક્ટર સાજિદ ખાનનું પણ ઉમેરાઈ ગયું છે. સાજિદ ખાન પર વર્ષ 2018 માં પણ ઈન્ડસ્ટ્રીની કેટલીક મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાડવામાં આવ્યો હતો હતો. હવે ફરી એકવાર સાજીદ ખાનનું નામ આ બાબતે ઉછળી રહ્યું છે.

હાઉસફૂલ ફિલ્મ વખતની કરી વાત

આ વખતે જિયા ખાનની બહેન કરિશ્માએ આરોપ લગાવ્યો છે. કરિશ્માએ કહ્યું કે સાજીદ ખાને જિયાને સેકસ્યુઅલ હરેસ કરી હતી. તાજેતરમાં જીયા ખાનની મોત પર બનેલી ડોક્યુમેન્ટરીનું પ્રસારણ બ્રિટનમાં બીબીસી પર થયું. આ ડોકયુમેન્ટરીમાં જિયા ખાનની બહેન કરિશ્માએ વાતચીતમાં સાજીદ ખાન પર આરોપ લગાવ્યા. જિયાની બહેને કહ્યું કે રિહર્સલનો સમય હતો. જ્યારે જિયા સ્ક્રીપ્ટ વાંચી રહી હતી. ત્યારે જિયાને સાજીદે ટોપ અને બ્રા ઉતારવાનું કહ્યું. જિયાને સમજણ ના પડી કે શું કરવું જોઈએ. તેણે કહ્યું કે શૂટિંગ હજુ શરુ નથી થયુંને આ બધું થવા લાગ્યું. જિયા ઘરે આવીને રડવા લાગી. આ ઘટના હાઉસફૂલના શૂટિંગ દરમિયાન બની હતી.

કરિશ્મા સાથે પણ બની હતી ઘટના

કરિશ્માએ તેની સાથે બનેલી એક ઘટના વિશે જણાવ્યું. તેને કહ્યું કે ‘મને યાદ છે જ્યારે હું મોટી બહેન જિયા સાથે સાજિદ ખાનના ઘરે ગઈ હતી. ત્યારે હું ફક્ત 16 વર્ષની હતી. મેં ફક્ત સ્ટ્રેપી ટોપ પહેર્યું હતું. સાજીદે મારી સામે જોયું અને કહ્યું, ‘ઓહ આને સેક્સની જરૂર છે’. તે જ સમયે મારી બહેન જિયા મારા બચાવમાં આવી. અને કહ્યું, ના એવું નથી, તમે આ શું વાત કરી રહ્યા છો. આ બાદ સાજિદે કહ્યું, જો તે કેવી બેઠી છે. ત્યારે મારી બહેને કહ્યું કે ના તે નિર્દોષ છે, તે હજુ નાની છે. તેને શું કરવું જોઈએ તેની પણ ખબર નથી પડતી. ત્યાર બાદ અમે થોડી વારમાં ત્યાંથી નીકળી ગયા.

જિયા ખાનના મૃત્યુને લગભગ 7 વર્ષ થઇ ગયા છે. જેને આત્મહત્યા ગણવામાં આવી હતી. એના પર બેનેલી ડોક્યુમેન્ટરી ‘ડેથ ઇન બોલીવૂડ’ બાદ તે ફરી ચર્ચામાં આવી ગઈ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati