Sushmita Sen પોતાના માટે નથી ખરીદવા દેતી કોઈને ડાયમંડ, કારણ જાણીને તમને આશ્ચર્ય થશે

|

Oct 17, 2021 | 5:29 PM

સુષ્મિતા સેન (Sushmita Sen) ટૂંક સમયમાં વેબ સિરીઝ આર્યા (Aarya)ની સીઝન 2માં જોવા મળશે. તેમણે તાજેતરમાં શ્રેણીનું શૂટિંગ પૂરું કર્યું છે.

Sushmita Sen પોતાના માટે નથી ખરીદવા દેતી કોઈને ડાયમંડ, કારણ જાણીને તમને આશ્ચર્ય થશે
Sushmita Sen

Follow us on

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને (Sushmita Sen) દરેક વખતે પોતાના અભિનય અને દેખાવથી દરેકનું દિલ જીતી લીધું છે. લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધા બાદ સુષ્મિતાએ ધમાકેદાર વાપસી કરી છે. તેમણે વેબ સિરીઝ આર્યા સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પગ મૂક્યો છે. સુષ્મિતાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે કોઈને પણ પોતાના માટે ડાયમંડ ખરીદવા દેતી નથી.

 

સુષ્મિતા સેને એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તે પોતાના બોયફ્રેન્ડ રોહમન શાલને પણ પોતાના માટે ડાયમંડ ખરીદવા દેતી નથી. જ્યારે સુષ્મિતાને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે બોયફ્રેન્ડ રોહમને તેમને કોઈ એવી જ્વેલરી ભેટમાં આપી છે જે તેમના દિલની ખૂબ નજીક છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

કોઈને પોતાના માટે નથી ખરીદવા દેતી જ્વેલરી

એક ઈન્ટરવ્યુમાં સુષ્મિતા સેને કહ્યું હતું કે હું કોઈ મિત્રને અનુમતી આપતી નથી કે કોઈ મને હીરા ભેટમાં આપે. હું જાતે હીરા ખરીદું છું અને તેમને ભેટ આપવાનું પસંદ કરું છું. સુષ્મિતાએ કહ્યું કે તેમણે પહેલો હીરો જ્યારે ખરીદ્યો હતો તે ટેન-સેટ હતો, જે શુદ્ધ સોનાના બેન્ડમાં ફીટ કરવામાં આવ્યો હતો. આ ઓપન એન્ડેડ બેન્ડને માપ પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે.

ડાયમંડ વિશે કરી હતી પોસ્ટ

વર્ષ 2016માં સુષ્મિતા સેને એક ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે ડાયમંડ હંમેશા મારા માટે સૌથી પ્રસિદ્ધ પથ્થર રહ્યો છે. મેં થોડા સમય પહેલા મારી જાતને એક વીંટી ભેટમાં આપી હતી. જ્યારે સુસ્મિતા હાલમાં વીંટી પહેરેલી જોવા મળી હતી, ત્યારે તેમની સગાઈના સમાચાર સામે આવવા લાગ્યા હતા.

 

જોકે, સુસ્મિતાએ આ અહેવાલોને અફવા ગણાવીને ચુપ કરી દિધા હતા. સુષ્મિતાએ કહ્યું હતું કે આ વીંટી મને મારી યાદ અપાવે છે અને તમને જણાવી દઈએ કે હીરા મેળવવા માટે મારે કોઈ પુરુષની જરૂર નથી. હું આ મારા માટે ખરીદી શકું છું. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને હાલમાં જ પોતાની વેબ સીરીઝ આર્યા 2નું શૂટિંગ પૂરું કર્યું છે. આ શ્રેણીની પ્રથમ સિઝન હિટ સાબિત થઈ હતી. હવે ચાહકો તેની બીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે.

 

આ પણ વાંચો:- Gorkha Film Controversy: અક્ષય કુમારની ફિલ્મ ‘ગોરખા’ના પોસ્ટર પર થયો વિવાદ, અભિનેતાએ આ રીતે આપી પ્રતિક્રિયા

 

આ પણ વાંચો:- ‘સુપર ડાન્સર’ના બાળકની પ્રતિભા જોઈને Virat Kohli ને થયું આશ્ચર્ય ! Video જોયા બાદ કહી ચોંકાવનારી વાત

Next Article