શું વરુણ આ મહીને બાળપણની મિત્ર નતાશા સાથે કરશે લગ્ન ?

|

Jan 13, 2021 | 10:45 AM

વરુણ ધવન છેલ્લા કેટલાય સમયથી નતાશા દલાલ સાથે રિલેશનશિપમાં છે. મેળેલી માહિતી અનુસાર બંને આ મહીને લગ્ન કરવા જઈ રહ્યા છે.

શું વરુણ આ મહીને બાળપણની મિત્ર નતાશા સાથે કરશે લગ્ન ?

Follow us on

વરુણ ધવન છેલ્લા કેટલાય સમયથી નતાશા દલાલ સાથે રિલેશનશિપમાં છે. મળેલી માહિતી અનુસાર બંને આ મહીને લગ્ન કરવા જઈ રહ્યા છે. વરુણ અને નતાશાના લગ્ન અલીબાગની એક ફાઈવસ્ટાર હોટેલમાં થવા જઈ રહ્યા છે. જેનું બુકિંગ પણ થઇ ગયું છે. તેમજ વરુણ આ હોટેલની મુલાકાત પણ લઇ ચુક્યા છે. વરુણ અને નતાશાના લગ્નમાં હાજરી આપવાવાળા 200 મહેમાનોની લિસ્ટ પણ બની ગઈ છે. મળેલી માહિતી મુજબ વરુને હોટેલ બૂક કરાવીને એડવાન્સ રકમ પણ આપી દીધી છે. ઉપરાંત 200 મહેમાનોની લિસ્ટ પણ તૈયાર થઇ ગઈ છે. જોકે હજુ તેમણે લગ્નની તારીખ જાહેર કરી નથી.

સગાઈ સંબંધમાં અગાઉ જ બંધાઈ ગયા છે

સગાઈ સંબંધમાં અગાઉ જ બંધાઈ ગયા છે
વરુણ ધવન અને ફેશન ડિઝાઈનર નતાશા દલાદની સગાઇ અગાઉ થઇ ગઈ છે. હમણા જ કરીનાએ તેના શો ‘વ્હોટ વૂમન વોન્ટ’માં નતાશાને વરુણની મંગેતર કહીને સંબોધી હતી. આ શોમાં વરુણે ભાગ લીધો હતો. વરુણ અને નતાશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 2020માં તેઓ લગ્નસંબંધમાં જોડાવાના હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

વરુણ નતાશા બાળપણના મિત્રો

વરુણ ધવને કરીનાના શોમાં કહ્યું કે “પહેલી વાર તેઓ નતાશાને મળ્યા ત્યારે છઠ્ઠા ધોરણમાં હતી. ત્યારથી તેઓ એકબીજાને ડેટ નથી કરી રહ્યા છે. 11 કે 12 ધોરણ સુધી અમે માત્ર ખાસ મિત્રો હતા.” એટલે કે ઘણા સમય બાદ તેઓએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું. વરુણે રેડિયો શોમાં કહ્યું “તેણે મને ત્રણ-ચાર વાર રિજેક્ટ કર્યો હતો, પણ મેં આશા નહોતી છોડી.

Next Article