AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૈફ અલી ખાનને લાગ્યો ડર: જાણો કેમ કહ્યું, ‘આવું કરીશ તો કરીના મને જાનથી મારી દેશે’

સૈફ અલી ખાને તેના અને કરીનાના સમંધ વિશે મસ્તીભર્યા અંદાજમાં વાત કરી છે. સૈફને સવાલ પૂછવામાં આવ્યો હતો કરીનાના વાળ કાપવા અંગે. જાણો શું કહ્યું નવાબે.

સૈફ અલી ખાનને લાગ્યો ડર: જાણો કેમ કહ્યું, 'આવું કરીશ તો કરીના મને જાનથી મારી દેશે'
Saif Ali Khan said that Kareena Kapoor would kill me if I did that
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 9:47 AM
Share

સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલીવૂડના ખ્યાતનામ કપલ છે. તેમના પર્સનલ લાઈફના કિસ્સા સૌને સાંભળવા ગમતા હોય છે. આવામાં સૈફએ ગયા વર્ષે આવેલા લોકડાઉનને લઈને એક મસ્તીભરી વાત કરી છે. વાત જાણે એમ છે કે ગયા લોકડાઉનમાં જ્યારે બધું જ બંધ હતું ત્યારે પાર્લર અને સલૂન પણ બંધ હતા. અને આવા સમયે દરેક સેલેબ જાતે ઘરે જ પોતાના પાર્ટનરના કે સીબલીંગના હેર કટ કરતુ હતું. સેલેબના આવા ફોટા પણ ખુબ વાયરલ થતા હતા.

પરંતુ બોલીવૂડ કપલના આ ટ્રેન્ડમાં ક્યાય સૈફ અને કરીનાનું નામ જોવા નહોતું મળ્યું. જેના વિશે સૈફે તાજેતરમાં એક ઈન્ટરવ્યુંમાં વાત કરી છે. એક શોમાં આ વિશે સૈફે હેર કટ પર વાત કરતા કરીના અને પોતાના વિશે જણાવ્યું છે. આ વાતચીત એકદમ મસ્તીભર્યા અંદાજમાં શરુ કરી હતી.

કરીનાના હેરકટ કરવાના મુદ્દે સૈફે જણાવતા કહ્યું કે, ‘જો હું આવું કરું તો મને લાગે છે કે તે મને મારી નાખશે. તેના વાળ કાપવા માટે પ્રયત્ન કરવો તે મારા માટે ખૂબ જ અનપ્રોફેશનલ રહેશે, તે એક અમુલ્ય સંપત્તિ છે. અમે હજુ પણ કામ કરી રહ્યા છીએ, અમે એકબીજાના વાળ સાથે ગડબડ ના કરી શકીએ. જોકે સદભાગ્યે તે મારા વાળ સાથે રમત કરી શકે છે પરંતુ તે એવું કરતી નથી.

આ શોમાં સૈફે એમ પણ કહ્યું કે અગાઉ તેના વાળ ખૂબ હતા. એક સેગમેન્ટમાં, તેને છેલ્લા ઘણા વર્ષોમાં ભજવેલા પાત્રો બતાવવામાં આવ્યા હતા. જેને જોઇને સૈફે કહ્યું કે, ‘પહેલા મારા હેરકટ્સ ખૂબ ખરાબ હતા અને તેમાંથી એક પણ અહીંયા નથી.’ યે દિલ્લગી ફિલ્મમાં તેના લાંબા વાળ બતાવતા તે કહે છે, ‘આ હેર વાસ્તવિક હેર કરતા ઘણા સારા છે. હું અમર ચિત્ર કથા નાયકની જેમ દેખાઈ રહ્યો છું. અને યે દિલગીમાં તો હું બેકાર લાગી રહ્યો છું.

સૈફ અને કરીનાએ ઓક્ટોબર 2012 માં લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી, 2016 માં કરિનાએ પુત્ર તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો ત્યારે બંને પહેલીવાર માતા-પિતા બન્યા હતા. આ પછી, બીજા બાળકનો જન્મ 21 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ સૈફ-કરીનાના ઘરે થયો હતો.

આ પણ વાંચો: રાજ કુંદ્રાની કંપની વિરુદ્ધ અમદાવાદના વેપારીએ કરી ફરિયાદ, આ રીતે 3 લાખની છેતરપીંડી કર્યાનો લગાવ્યો આરોપ

આ પણ વાંચો: અમદાવાદમાં થઇ રહી છે શિલ્પાના ફોન-લેપટોપની તપાસ! નવા પુરાવા સામે આવ્યા બાદ ફરીથી થઈ શકે છે પૂછપરછ

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">