અમદાવાદમાં થઇ રહી છે શિલ્પાના ફોન-લેપટોપની તપાસ! નવા પુરાવા સામે આવ્યા બાદ ફરીથી થઈ શકે છે પૂછપરછ
શિલ્પા શેટ્ટીની રાજ કુંદ્રા કેસમાં સંડોવણી છે કે નહીં તેની તપાસ પોલીસ કરી રહી છે. પરંતુ શિલ્પા અને રાજના જોઈન્ટ અકાઉન્ટમાં પૈસાની લેવડદેવડ સામે આવી છે. જેને લઈને ફરી શિલ્પાની પૂછપરછ થવાની સંભાવના છે.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ (Mumbai Crime Branch) ફરી એકવાર રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Case) અભિનેત્રી શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર PNB બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ, રાજ કુંદ્રાની ઓફિસમાં મળેલી ગુપ્ત અલમારીમાંથી મળેલા દસ્તાવેજો અને તેમાં શિલ્પાના નામે ખરીદેલી કરોડોની સંપત્તિ શંકાના દાયરામાં છે.
શિલ્પાએ આ અશ્લીલ રેકેટ વિશેની માહિતી હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે આ રેકેટની કમાણી માત્ર તેના ખાતામાં જ આવતી જતી ન હતી, પરંતુ તેનાથી જોડાયેલી ક્રિપ્ટો કરન્સી અને અન્ય સમાપ્તિમાં કરેલા રોકાણના દસ્તાવેજો પર શિલ્પાની સહી મળી છે.
રાજ શિલ્પાનું જોઈન્ટ એકાઉન્ટ
મુંબઈ પોલીસની (Mumbai Police) ક્રાઈમ બ્રાંચે પ્રાથમિક તપાસ બાદ સ્પષ્ટતા કરી હતી કે હાલ આ મામલે શિલ્પાનો સીધો સંબંધ સામે આવ્યો નથી. જોકે, પીએનબીમાં રાજ કુંદ્રા અને શિલ્પાના સંયુક્ત ખાતા સામે આવ્યા પછી, પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. તપાસ દરમિયાન મુંબઇ ક્રાઈમ બ્રાંચની ટીમને શિલ્પા અને કુંદ્રાના સંયુક્ત ખાતા વિશે જાણકારી મળી છે.
જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર
પંજાબ નેશનલ બેંકમાં રહેલા આ ખાતામાં એક વર્ષમાં કેટલાક કરોડોનું ટ્રાંઝેક્શન થયું છે. ક્રાઈમ બ્રાંચને શંકા છે કે Hotshots App અને Bolly Fame App માંથી મળતી કમાણી આ એકાઉન્ટ પર મોકલવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સીધા વ્યવહારો નહોતા, પરંતુ નાણાંની વિવિધ રકમ વિવિધ માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવી છે.
શું શિલ્પા કંઇક છુપાવી રહી છે?
ક્રાઇમ બ્રાંચનું માનવું છે કે શિલ્પા અશ્લીલતાથી કમાણીના પૈસાથી લગતા ઘણા રહસ્યો છુપાવી રહી છે. એવું પણ બહાર આવી રહ્યું છે કે શિલ્પાએ તેના સ્ટારડમનો ઉપયોગ કુંદ્રાના કાળા નાણા છુપાવવા માટે કર્યો હતો, તે પોતે થોડા મહિના પહેલા સુધી તેની કંપનીને પ્રમોટ કરી રહી હતી.
શિલ્પાના લેપટોપ, આઈપેડ અને ફોન અમદાવાદમાં
મની ટ્રેઇલના કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો ક્રાઈમ બ્રાંચની ટીમે પકડ્યા છે, ત્યારબાદ શિલ્પા શેટ્ટીની ફરીથી પૂછપરછ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. ક્લોનીંગ માટે ક્રાઈમ બ્રાંચે શિલ્પા શેટ્ટીના લેપટોપ, આઈપેડ અને ફોન કબજે કર્યા હતા, તે અમદાવાદ ફોરેન્સિક લેબને મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા પછી ઘણા મહત્વના ઘટસ્ફોટ થઈ શકે છે.
ગુપ્ત તિજોરીએ સમસ્યા વધારીને
રાજ કુંદ્રાની ઓફિસમાં મળેલી ગુપ્ત તિજોરીમાંથી પણ આવા દસ્તાવેજો પ્રાપ્ત થયા છે, જે બતાવે છે કે રેકેટમાંથી મળેલી રકમ ક્રિપ્ટોમાં પણ રોકાણ કરવામાં આવી છે. આ તમામ રોકાણો શિલ્પા શેટ્ટીના નામે કરવામાં આવ્યા હતા અને તમામ દસ્તાવેજો પણ તેના દ્વારા સહી કરાઈ હતી. આ ગુપ્ત તિજોરીમાં આ દસ્તાવેજો અને અશ્લીલ ફિલ્મોના સ્ક્રિપ્ટ્સ છુપાયેલા હતા.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી પણ આ કંપનીમાં સપ્ટેમ્બર 2020 સુધી ડિરેક્ટર પદે હતા. તપાસમાં બહાર આવ્યું છે કે થોડા મહિના પહેલા સુધી શિલ્પા શેટ્ટી તેના પતિ કુંદ્રાની કંપની જેએલ સ્ટ્રીમને પ્રમોટ કરતી હતી.
આજે હાઇકોર્ટમાં સુનાવણી
પોર્ન ફિલ્મોના કેસમાં ધરપકડ કરાયેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા વતી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ અરજી પર આજે સુનાવણી શક્ય છે.