AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હું ભલે નીચી અથવા જાડી હોવ, પરંતુ હું મારી રીતે અનોખી છું – Vidya Balan

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan) આ દિવસોમાં તેમની ફિલ્મ 'શેરની' (Sherni) ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 18 મી જૂને અમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video) પર રિલીઝ થવાની છે.

હું ભલે નીચી અથવા જાડી હોવ, પરંતુ હું મારી રીતે અનોખી છું - Vidya Balan
Vidya Balan
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 11, 2021 | 9:50 PM
Share

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan) આ દિવસોમાં તેમની ફિલ્મ ‘શેરની’ (Sherni) ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 18 મી જૂને અમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video) પર રિલીઝ થવાની છે. વિદ્યાએ તેમની ફિલ્મી કરિયરમાં વિવિધ ભૂમિકાઓ ભજવતાં બોલિવૂડના સ્ટીરિયોટાઇપ વિચારને પડકાર્યો છે.

પોતાની ફિલ્મના પાત્રમાં સંપૂર્ણ રીતે ઘુસી જનાર આ અભિનેત્રીએ હંમેશાં દમદાર અભિનય બતાવ્યો છે. વિદ્યા પોતાની દરેક ફિલ્મમાં પાત્રને પુરતો ન્યાય આપનારી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.

વિદ્યા બાલને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મેં સ્ટીરિયોટાઇપ તોડવાનો પ્રયાસ કર્યો નથી. પરંતુ મારા જીવનના અનુભવથી, ખાસ કરીને એક એક્ટર તરીકે, મને સમજાયું કે હું મારા રસ્તામાં કોઈ અડચણ આવવા નહીં દઉ.

42 વર્ષીય અભિનેત્રીએ કહ્યું, ‘જો કોઈ મને કહે કે એક્ટર તરીકે હું ખૂબ નાની છું, ખૂબ મોટી છું, ખૂબ જ બોલ્ડ છું અથવા બેશર્મ છું અથવા ખૂબ સમજદાર છું અથવા જે કંઈ પણ છું. હું જેવી પણ છું મારી જાતને બદલી શકતી નથી પણ હું મારો પોતાનો રસ્તો પસંદ કરી શકું છું.

વિદ્યા કહે છે, ‘કામને લઈને મારી અંદર જે ઝનુન છે હું તેના પર ધ્યાન કેન્દ્રિત કરું છું કારણ કે હું મારી અંદર કોઈ ફેરફાર લાવી શકતી નથી. હું કોઈ બની બનાવેલી લીંક તોડવાનો પ્રયાસ નથી કરી રહી. હું મારા હિસાબથી ભૂમિકા પસંદ કરું છું. એક અભિનેત્રી તરીકે, હું મારી રીતે આગળ વધી રહી છું.

વિદ્યા બાલન 16 વર્ષની ઉંમરે ટીવી સીરિયલ ‘હમ પાંચ’ (Hum Paanch) થી અભિનયની શરૂઆત કરી હતી. વિદ્યાએ 2005 માં ફિલ્મ ‘પરિણીતા’ (Parineeta) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય ‘ભૂલ ભુલૈયા’ (Bhool Bhulaiyaa) , ‘નો વન કીલ્ડ જેસિકા’ (No One Killed Jessica),

‘ધ ડર્ટી પિક્ચર’ (The Dirty Picture), ‘પા’ (Paa), ‘કહાની’ (Kahaani), ‘મિશન મંગલ’ (Mission Mangal), ‘તુમ્હારી સુલુ’ (Tumhari Sulu), ‘શકુંતલા દેવી’ (Shakuntala Devi) જેવી જુદી જુદી શૈલીની ફિલ્મ્સ કરી હંમેશા પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કર્યા છે. હવે ‘શેરની’ માં તે એક વન અધિકારીની ભૂમિકા નિભાવતી જોવા મળશે.

આ પણ વાંચો :- Dilip Kumar Health Update: દિલીપ કુમારને હોસ્પિટલમાંથી મળી રજા, આ સ્થિતિમાં જોવા મળ્યા કલાકાર, જુઓ Photos

આ પણ વાંચો :- Indian Idol 12 વિવાદને અભિજિત ભટ્ટાચાર્યે ગણાવ્યું વાતનું વતેસર, બોલ્યા ‘મેં જાતે અમિત કુમાર સાથે વાત કરી હતી’

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">