AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્યારે શાહરૂખ ખાને તેના લગ્નના દિવસે સાસરી પક્ષની ઉડાવી હતી મજાક, જુઓ વાયરલ વિડીયો

શાહરૂખ ખાને વર્ષ 1991માં તેની લૉંગ ટર્મ ગર્લફ્રેન્ડ ગૌરી ખાન (Gauri Khan) સાથે લગ્ન કર્યા હતા. લોકપ્રિય અભિનેતા અને તેની પત્ની ગૌરી ખાનના લગ્નના આજે ત્રણ દાયકાથી વધુ સમય વીતી ચુક્યો છે.

જ્યારે શાહરૂખ ખાને તેના લગ્નના દિવસે સાસરી પક્ષની ઉડાવી હતી મજાક, જુઓ વાયરલ વિડીયો
Shahrukh Khan & Gauri Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:50 PM
Share

શાહરૂખ ખાન (Shahrukh Khan) હંમેશા પોતાના રમુજી સ્વભાવથી લોકોનું મનોરંજન કરતો રહે છે. તેને પોતાના લગ્નના દિવસે પણ બધાને ખુબ હસાવ્યા હતા. બોલિવૂડ અભિનેતાએ 1991માં ગૌરી ખાન (Gauri Khan) સાથે લગ્ન કર્યા હતા, જ્યારે તેની અભિનય કારકિર્દી ફક્ત ઉડાન ભરી રહી હતી. તે અત્યારે જેટલો પ્રખ્યાત છે, તેટલો ત્યારે પ્રખ્યાત ન હતો. તેના સાસરિયાઓ પણ તેના વિશે સારી રીતે જાણતા હતા. તેથી, તેઓને પણ શાહરુખ ખાનની કરિયર અંગે શંકા હતી. અત્યારે શાહરુખ ખાનનો બહુ વર્ષો જૂનો ઇન્ટરવ્યૂ ઈન્ટરનેટ પર ફરીથી વાયરલ (Viral Video) થઇ રહ્યો છે.

View this post on Instagram

A post shared by SRK VIBE (@srkvibe2.0)

વર્ષો પહેલા ફરીદા જલાલ સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહરૂખને ગૌરી સાથેના તેના લગ્નની તૈયારીઓ વિશે પૂછવામાં આવ્યું હતું, અને ત્યારે વાતાવરણ કેવું હતું તે શાહરૂખે યાદ કરતા કહ્યું કે તે કેવી રીતે તેના સાસરિયાઓને ટ્રોલ કરવામાં સફળ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શાહરુખ અને ગૌરીનાં લગ્ન એ આંતર ધર્મીય લગ્ન હતા. બંનેના ધર્મ અલગ અલગ હોવાથી શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે થોડી ગેર સમજણ પણ ઉભી થઇ હતી.

“મને યાદ છે કે તેનો આખો પરિવાર આવ્યો હતો. જેમ કે, જૂના જમાનાના લોકો. હું તે તમામ લોકો અને તેમની માન્યતાઓને માન આપું છું. અને એ જૂના જમાનાના લોકો અમારા રિસેપ્શનમાં બેઠા હતા. હું 1.15 વાગ્યે ત્યાં પહોંચ્યો હતો. બધા બબડાટ કરવા લાગ્યા, ‘છોકરો મુસ્લિમ છે. શું તે છોકરીનું નામ બદલી દેશે? શું તે પણ મુસ્લિમ બની જશે. તેઓ બધા પંજાબીમાં આ વાત કહી રહ્યા હતા. તેથી હું અચાનક 1.15 વાગ્યે લગ્ન મંડપમાં ઉઠ્યો, અને કહ્યું કે, ‘ગૌરી ચાલો, તમારો બુરખો પહેરો, નમાઝનો સમય થઈ ગયો છે.” આ સાંભળીને તેનો આખો પરિવાર ચોંકી ગયો હતો કે હું કેટલી ઝડપથી ફ્લિપ થઈ ગયો છું એટલે કે બદલાઈ ગયો છું.

View this post on Instagram

A post shared by SRK VIBE (@srkvibe2.0)

શાહરૂખે તેમને વધુ ચીડવતાં કહ્યું કે, ”જુઓ હવે તે આ બુરખામાં જ રહેશે. તેણી ઘરની બહાર નીકળશે નહીં. અમે તેનું નામ બદલીને આયેશા રાખીશું અને તે આવું જ આગળ રહેશે.”

અભિનેતાએ ઉમેર્યું કે ત્યારથી તેના સાસરિયાઓ સાથે કેવી રીતે વસ્તુઓ બદલાઈ ગઈ છે. “જો કે, આવી રીતે તે લોકોને ટ્રોલ કરીને મને ખુબ જ મજા આવી હતી. પરંતુ હું સમજુ છું કે આ બંને ધર્મો પોતપોતાની જગ્યાએ મહાન છે, અને અમારા લગ્ન આજે પણ ટકી ગયા છે. આજે ગૌરીનો પરિવાર મને તેના કરતા વધુ પ્રેમ કરે છે.”

View this post on Instagram

A post shared by Gauri Khan (@gaurikhan)

શાહરૂખ અને ગૌરીને આજે 3 બાળકો છે – આર્યન, સુહાના અને અબરામ. શાહરૂખની આગામી ફિલ્મોમાં પઠાણ અને ડંકીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો, ચાહકો થયા દુઃખી

Follow Us
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
g clip-path="url(#clip0_868_265)">