AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરણ જોહરે ટ્વિંકલ ખન્ના પર કહી દીધી આ મહત્વની વાત, જાણો બંને વચ્ચેનાં સંબંધોના સમીકરણ

જ્યારે કરણ જોહરની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં ટ્વીન્કલ ખન્નાએ (Twinkle Khanna) ટીનાની ભૂમિકાને નકારી કાઢવામાં આવી હતી ત્યારે કરણ જોહરે ટ્વિંકલ ખન્નાને તેનું દિલ તોડવા માટે દોષી ઠેરવી હતી.

કરણ જોહરે ટ્વિંકલ ખન્ના પર કહી દીધી આ મહત્વની વાત, જાણો બંને વચ્ચેનાં સંબંધોના સમીકરણ
Karan Johar & Twinkle Khanna (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 6:12 PM
Share

Bollywoodના જાણીતા ફિલ્મ નિર્માતા અને ફિલ્મ નિદેશક કરણ જોહર (Karan Johar) અને ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) બાળપણના મિત્રો છે. તેઓ બંને પંચગનીની એક જ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે ગયા હતા. અને ત્યારથી, બંને એકબીજા સાથે એક ગાઢ બોન્ડીંગ શેર કરે છે. વાસ્તવમાં, કરણે એક વખત કબૂલાત કરી હતી કે ટ્વિંકલ એકમાત્ર એવી મહિલા છે જેને તે આજ દિવસ સુધી પ્રેમ કરતો હતો. આ વાત જો કે ઘણા વર્ષો પૂર્વેની છે. 2015માં તેણીના પુસ્તક શ્રીમતી ફનીબોન્સના લોન્ચ દરમિયાન, કરણ જોહરે આ ખાસ વાત જણાવી હતી.

કરણે કહ્યું હતું કે, “તેણીના જીવનમાં મારુ સ્થાન હોવું એ ખુબ જ લકી બાબત છે, અને મેં મારી આખી જીંદગીમાં એકમાત્ર આ સ્ત્રીને જ પ્રેમ કર્યો છે, અને કર્યો હતો.”

Twinkle Khanna With her BFF Karan Johar

ટ્વિંકલે તેની કબૂલાતને સમર્થન આપ્યું હતું અને ઉમેર્યું હતું કે, “કરણે કબૂલાત કરી છે કે તે મારા પ્રેમમાં હતો. તે સમયે મને થોડી મૂછો એટલે કે અપર લિપ હેર હતા અને તે તેને જોઈને કહેતો હતો કે ‘તે ‘hot’ છે, મને તમારી મૂછો ગમે છે’.”

જ્યારે કુછ કુછ હોતા હૈમાં ટીનાની ભૂમિકાને નકારી કાઢી હતી ત્યારે કરણે ટ્વિંકલને તેનું હૃદય તોડવા માટે જવાબદાર ઠેરવ્યું હતું. બાદમાં આ રોલ રાની મુખર્જીના ભાગમાં ગયો હતો. “અને અલબત્ત, વર્ષો પછી જ્યારે તેણીએ મારી પ્રથમ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માટે ના પાડી ત્યારે મારું હૃદય તૂટી ગયું હતું. તેણીએ ઘોષણા કરી કે તેણીએ આમ કરીને મારી તરફેણ કરી કારણ કે તેણીએ ખરેખર આગળ વધ્યું અને રાની મુખર્જીને મદદ કરી જેણે આખરે આ ભાગ ભજવ્યો છે. ” કરણે કહ્યું.

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

જો કે, ટ્વીન્કલ ખન્ના, જેણે હવે અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા છે અને તેમના હવે 2 બાળકો આરવ અને નિતારા છે. બીજી તરફ, કરણ, તેના બે જોડિયા બાળકો યશ અને રૂહીનો સિંગલ પિતા છે, જેનો જન્મ સરોગેટ મધર દ્વારા થયો હતો.

આ પણ વાંચો – Twinkle Khanna Net Worth : એક્ટિંગ છોડી દીધી છતાં પણ કરે છે અઢળક કમાણી, જાણો કેટલા કરોડ કમાય છે ટ્વિંકલ

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">