શું છે કોલ્ડપ્લે, જેનો ભારતમાં ખૂબ જ ક્રેઝ છે, ટિકિટોના ભાવ છે 3 લાખથી 7 રુપિયા

|

Sep 23, 2024 | 11:09 AM

કોલ્ડપ્લેનો કોન્સર્ટ આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં યોજાશે. તેની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે અને તેને ખરીદવા માટે લોકોમાં દોડધામ ચાલી રહી છે. તો ચાલો જાણીએ આખરે આ કોલ્ડપ્લે શું છે જેનો ભારતમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

શું છે કોલ્ડપ્લે, જેનો ભારતમાં ખૂબ જ ક્રેઝ છે, ટિકિટોના ભાવ છે 3 લાખથી 7 રુપિયા

Follow us on

ભારતમાં કોલ્ડપ્લેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેના મુંબઈ કોન્સર્ટની ટિકિટ મેળવવા માટે લોકો કલાકો લાઈનમાં ઉભા રહે છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે પણ લોકોમાં ભાગદોડ મચી છે. ગ્રેમી વિજેતા રોક બેન્ડ પોતાના મ્યુઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુર હેઠળ જાન્યુઆરી 2025માં મુંબઈમાં 3 શો કરવા માટે તૈયાર છે. કોલ્ડપ્લેની ટિકિટો એટલી મોંઘી હતી કે, બેન્ડે 18 અને 19 જાનિયુઆરી સાથે લાઈનઅપમાં 21 જાન્યુઆરીના રોજ ત્રીજો શો પણ જોડી દીધો છે.

ચાહકોને ટિકિટ ન મળતા નિરાશ થયા

ત્રીજા શો બાદ પણ લાખો ચાહકોને ટિકિટ ન મળતા નિરાશ થયા છે.તો ચાલો આજે આપણે જાણીએ કે, આ કોલ્ડપ્લે શું છે જેનો આટલો મોટો ક્રેઝ જોવા મળી રહ્યો છે.ટિકિટ બુકિંગ માટે એકમાત્ર પ્લેટફોર્મ બુક માય શો પર કોલ્ડપ્લેની ટિકિટ વેંહચાય ચૂકી છે પરંતુ કેટલાક રી-સેલિંગ પ્લેટફોર્મ છે, જે ટિકિટોને મોંઘા ભાવે વેંચાઈ રહી છે.વિયાગોગા જેવા રી-સેલિંગ પ્લેટફોર્મ પર કોલ્ડપ્લેની ટિકિટ 3 લાખ રુપિયા સુધીમાં વેંચાઈ રહી છે.બુક માય શોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે અન્ય કોઈ પ્લેટફોર્મ પરથી ખરીદેલી ટિકિટો અમાન્ય થઈ જશે.

શું છે આ કોલ્ડપ્લે ?

કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે.જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર ગાય બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વ સામેલ છે. જેમાંથી 4 સ્ટેજ પરફોર્મ કરે છે. તેનો લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકો મોટી સંખ્યમાં પહોંચી જાય છે. તેના પર્ફોર્મન્સનો અંદાજ અન્ય રોક બેન્ડથી ખુબ અલગ હોય છે. આ બેન્ડની શરુઆત કોલેજના દિવસોમાં શરુ થઈ હતી.તેમના પોતાના શાનદાર ગીતો માટે તેને ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જે મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ હોય છે.

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

કોલ્ડપ્લે દુનિયાભરની સૌથી મોટી પાવરફુલ બેન્ડ તરીકે પ્રખ્યાત છે. આ બેન્ડે વર્ષ 2016માં પહેલી વખત પરફોર્મ કર્યું હતુ. જેના 9 વર્ષ બાદ ફરીથી મુંબઈમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યું છે. આ કોન્સર્ટની ટિકિટ બુકિંગ બુક માય શોમાં થાય છે.

Next Article