AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal : 15 દિવસમાં 3 અભિનેત્રીઓના રહસ્યમય મોત થતા બંગાળની ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ

છેલ્લા 15 દિવસમાં પશ્ચિમ બંગાળમાં ત્રણ બંગાળી અભિનેત્રીઓ પલ્લવી દે, બિદિશા મજુમદાર (Bidisha De Majumdar) અને મંજુષા નિયોગીના રહસ્યમય મૃત્યુથી ટોલીવુડ ફિલ્મ ઉદ્યોગ આઘાતમાં છે. લોકો વિચારી રહ્યા છે કે, આ અભિનેત્રીઓ આત્મહત્યા કેમ કરી રહી છે?

West Bengal : 15 દિવસમાં 3 અભિનેત્રીઓના રહસ્યમય મોત થતા બંગાળની ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ
15 દિવસમાં 3 અભિનેત્રીઓના રહસ્યમય મોત થયાImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 3:19 PM
Share

West Bengal : પશ્ચિમ બંગાળની ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ આઘાતમાં છે. છેલ્લા 15 દિવસમાં ત્રણ ટોલીવુડ અભિનેત્રીઓ અને મોડલ્સના રહસ્યમય રીતે મોત થયા છે. જેના કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. 15 મેથી રહસ્યમય મોતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અભિનેત્રી પલ્લવી ડે(Bengali Film Actress Pallavi Dey Death) ની લટકતી લાશ સૌથી પહેલા 15 મેની સવારે તેના ફ્લેટમાંથી મળી આવી હતી. આ કેસમાં તેના લિવ-ઈન-પાર્ટનરની પોલીસે ધરપકડ કરી હતી. હજુ આ મામલો ઉકેલાયો ન હતો કે બે દિવસ પહેલા બિદિશા મજમુદાર(Bidisha De Majumdar) ના મૃત્યુના સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. શુક્રવારે દક્ષિણ કોલકાતાના પટુલી વિસ્તારમાંથી મોડલ મંજુષા નિઓગી(Manjusha Neogi)ના મોતના સમાચાર આવ્યા હતા. આનાથી સમગ્ર ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ છે.

અભિનેત્રી પલ્લવી ડેનું લગભગ 15 દિવસ પહેલા અવસાન થયું હતું

અભિનેત્રી પલ્લવી ડેની લટકતી લાશ સૌથી પહેલા 15 મેની સવારે તેના ફ્લેટમાંથી મળી આવી હતી. તે નાના પડદાની લોકપ્રિય ચહેરો હતી. જે ફ્લેટમાં તેનો મૃતદેહ મળ્યો હતો તે ભાડા પર હતો. પલ્લવી તેના બોયફ્રેન્ડ સાથે ત્યાં રહેતી હતી. આ કેસમાં પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદ પર તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી હતી. ગરફા પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમના મૃત્યુનું કારણ શું હતું? આ અંગે પોલીસ હજુ મુંઝવણમાં છે.

અભિનેત્રી બિદિશાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું

પલ્લવીના મૃત્યુના 10 દિવસ બાદ બુધવારે રાત્રે નગરબજારના રામગઢ કોલોનીના ઘરમાંથી બિદિશા નામની અન્ય અભિનેત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનો મૃતદેહ તેના ગળામાં દુપટ્ટાથી લટકતો મળી આવ્યો હતો. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તેના મૃતદેહની નજીકથી એક સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસનું માનવું છે કે, બિદિશાએ આત્મહત્યા કરી છે. જોકે, પલ્લવીના મૃત્યુ બાદ બિદિશાએ ફેસબુક પર એક પોસ્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું, ‘આ બધાનો અર્થ શું છે’. બિદિશાએ પલ્લવીની તસવીર પણ ફેસબુક પર પોસ્ટ કરી હતી. ત્યાં તેણે લખ્યું, હું સ્વીકારી શકતી નથી. 10 દિવસ પછી એ જ બિદિશાએ આત્મહત્યા કરી લીધી.

અભિનેત્રી બિદિશાના મૃત્યુના બે દિવસ બાદ મોડલ મંજુષા નિયોગીનું અવસાન થયું

બિદિશાના મૃત્યુના બે દિવસથી ઓછા સમયમાં, શુક્રવારે સવારે બીજી અભિનેત્રી મંજુષા નિયોગીની લટકતી લાશ તેના પટુલીના ઘરેથી મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંજુષા વિદિશાની નજીકની મિત્ર હતી, જેનું બુધવારે અવસાન થયું હતું. તેની માતાના કહેવા પ્રમાણે, વિદિશાના મૃત્યુ બાદ મંજુષા ડિપ્રેશનથી પીડાતી હતી. તેણે આત્મહત્યા કરી. જોકે આ ઘટનામાં પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી. જેમ વિદિશાના કિસ્સામાં જોવા મળ્યું હતું.

અભિનેત્રી મંજુષા પટુલી વિસ્તારમાં રહેતી હતી

મંજુષા નિયોગી પશ્ચિમ બંગાળમાં કોલકાતાના પટુલી વિસ્તારમાં રહેતી હતી. તે મોડલ હતી. મંજુષાએ કેટલાક ટીવી શોમાં નાના રોલ કર્યા હતા. તે કાંચી ટીવી શોમાં નર્સના રોલમાં જોવા મળી હતી. તે ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરને તૈયાર કરવામાં વ્યસ્ત હતી ત્યારે અચાનક ચોંકાવનારા સમાચાર આવ્યા. પોલીસ તપાસ કરી રહી છે કે બિદિશાનો તેની મિત્ર મંજુષાના મૃત્યુના બે દિવસ પછીના અકાળ મૃત્યુ સાથે કોઈ સંબંધ હતો કે કેમ.

પોલીસ અભિનેત્રીઓના મૃત્યુની તપાસ કરી રહી છે

બુધવારે મિત્ર મંજુષાને બિદિશાના મૃત્યુના સમાચાર મળ્યા હતા. ત્યારથી તે ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી. મંજુષાની માતાએ દાવો કર્યો હતો કે મંજુષા અભિનેત્રી પલ્લવીના પણ સંપર્કમાં હતી. પોલીસ મોતના કારણની તપાસ કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અભિનેત્રી આ રીતે પોતાનો જીવ કેમ આપી રહી છે?

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">