AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET વિવાદ વચ્ચે ZEE5 નો મોટો ધમાકો… ‘The Scam: Leaked’ ના ટીઝરે ઊભા કર્યા ‘રૂવાંડા’, નવી સીરીઝમાં શું તંત્રની પોલ ખુલશે?

દેશમાં 'નીટ' પેપર લીકને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે ત્યારે OTT પ્લેટફોર્મ ZEE5 એ પેપર લીક પર આધારિત નવી Web Series 'ધી સ્કેમ- લીક્ડ' (The Scam: Leaked) નું રોમાંચક ટીઝર રિલીઝ કરી દીધું છે.

NEET વિવાદ વચ્ચે ZEE5 નો મોટો ધમાકો... 'The Scam: Leaked' ના ટીઝરે ઊભા કર્યા 'રૂવાંડા', નવી સીરીઝમાં શું તંત્રની પોલ ખુલશે?
| Updated on: Jul 22, 2026 | 7:52 PM
Share

દેશની રાજધાની દિલ્હીમાં NEET Paper Leak ને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં 20 જુલાઈએ સંસદ માર્ચ પણ કાઢવામાં આવી હતી. તે પ્રદર્શન દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના ગોળા છોડ્યા, જેના પછી લોકોનો ગુસ્સો વધુ વધી ગયો.

ઘણા ફિલ્મી સિતારાઓએ પણ આ પ્રદર્શનને લઈને સ્ટુડન્ટ્સને સપોર્ટ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે OTT પ્લેટફોર્મ ZEE5 એ પેપર લીક પર એક Web Series ની જાહેરાત કરી દીધી છે.

જણાવી દઈએ કે, વેબ સીરીઝનું નામ ‘The Scam: Leaked’ છે. આનું Teaser પણ સામે આવી ચૂક્યું છે. હવે ‘The Scam: Leaked’ વેબ સીરીઝ આ જ પેપર લીકને લઈને છે, જેને લઈને પ્રદર્શન થઈ રહ્યા છે કે પછી આમાં કોઈ બીજી વાર્તા બતાવવામાં આવશે, હજુ આ અંગે કંઈ સ્પષ્ટ નથી થયું.

ખાસ વાત એ છે કે, ટીઝર એવા સમયે રિલીઝ કરવામાં આવ્યું છે કે, જેના કારણે વેબ સીરીઝને આ જ નીટ પેપર લીક કેસ સાથે જોડીને જોવામાં આવી રહી છે.

‘The Scam: Leaked’ નું ટીઝર

હાલ જે ટીઝર સામે આવ્યું છે, તેમાં કોઈ પણ પ્રકારનો ડાયલોગ નથી. આમાં માત્ર વિઝ્યુઅલ્સ છે. 1 મિનિટ 9 સેકન્ડના ટીઝરની શરૂઆત એક પ્રિન્ટિંગ પ્રેસથી થાય છે, જ્યાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ માટે પ્રશ્નપત્રો છાપવામાં આવી રહ્યા છે. ત્યારબાદ પેપર્સને કવરમાં સીલ મારીને રાખવામાં આવે છે અને પછી બોક્સમાં પેક કરીને એક વાનમાં લઈ જવામાં આવે છે.

પેપર લીકની વાર્તા

આ દરમિયાન એક માણસ બીજા કોઈને તે પેપર્સની કોપી આપી દે છે અને તે માણસ ફોટો પાડીને શેર કરવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ મામલો ગરમાઈ જાય છે અને ચારેય તરફ સમાચાર ફેલાઈ જાય છે કે પેપર લીક થઈ ગયું છે. ત્યારબાદ એક રૂમનો સીન બતાવવામાં આવે છે, જ્યાં એક છોકરો ફાંસીના ફંદે લટકાયેલો છે.

આ નાનકડું ટીઝર રૂવાંડા ઊભા કરી દે તેવું છે. આ માત્ર એનાઉન્સમેન્ટ વીડિયો છે. આ સીરીઝ ક્યારે રિલીઝ થશે, હજુ આ અંગે ZEE5 તરફથી કંઈ પણ જણાવવામાં આવ્યું નથી. બસ ટીઝરના અંતમાં એટલું જ લખવામાં આવ્યું છે કે, Web Series ટૂંક સમયમાં રિલીઝ થશે.

Breaking News : સલમાન ખાનના બિગ બોસ 20ની જાહેરાત, નિર્માતાઓએ ફર્સ્ટ લુક શેર કર્યો, જુઓ Video

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">