AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taj Trailer Release : ‘તાજ…’નું ટ્રેલર છે જોરદાર, નસીરુદ્દીન શાહ બન્યા અકબર, અદિતિ રાવ હૈદરી બની અનારકલી

Taj Divided By Blood Trailer Release : તાજ : ડિવાઈડ બાય બ્લડ વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં નસીરુદ્દીન શાહ બાદશાહ અકબરના રોલમાં જોવા મળે છે. આ સિરીઝ 3 માર્ચે રિલીઝ થશે.

Taj Trailer Release : 'તાજ...'નું ટ્રેલર છે જોરદાર, નસીરુદ્દીન શાહ બન્યા અકબર, અદિતિ રાવ હૈદરી બની અનારકલી
Taj Divided By Blood Trailer Release
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 2:03 PM
Share

નસીરુદ્દીન શાહ, ધર્મેન્દ્ર, અદિતિ રાવ હૈદરી અને આશિમ ગુલાટી જેવા કલાકારો અભિનિત મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ તાજ : ડિવાઈડ બાય બ્લડનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ G5 પર રિલીઝ થશે. જેમાં મુઘલ સામ્રાજ્યના બાદશાહ અકબરનો યુગ બતાવવામાં આવશે. અકબર પછી ગાદી કોને સોંપવી જોઈએ અને તેનો હકદાર કોણ છે? આ સિરીઝ આ સવાલોની આસપાસ ફરતી જોવા મળશે.

આ પણ વાંચો : The Night Manager review : OTT પર લાગશે થ્રિલર અને સસ્પેન્સનો તડકો, જાણો કેવી છે અનિલ કપૂરની વેબ સિરીઝ

અનારકલીના રોલમાં અદિતિ રાવ હૈદરી

આ સિરીઝમાં નસીરુદ્દીન શાહ મુઘલ બાદશાહ અકબરના રોલમાં છે, જ્યારે આશિમ ગુલાટી તેના પુત્ર સલીમની ભૂમિકામાં છે. અનારકલીના રોલમાં અદિતિ રાવ હૈદરી જોવા મળી રહી છે. ટ્રેલરમાં એક્શન, ઈમોશન, રોમાન્સ અને તાજ માટે ભાઈઓની લડાઈ બતાવવામાં આવી છે. સિરીઝમાં ધર્મેન્દ્રનો રોલ નાનો છે પરંતુ તેના લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.

જુઓ ટ્રેલર

ટ્રેલરની શરૂઆતમાં બાદશાહ અકબર કહે છે, “યે તખ્ત, યે મુગલિયા સલ્તનત, યે મુલ્ક હમને અપને ખૂન સે સીંચા… ક્યાં સબસે પહેલે પૈદા હોના હી કિસી ઈન્સાન કો તાજ પહનને કા હકદાર બના દેતા હૈ? ઈસલિયે આઈંદા મુગલિયા તખ્ત કાબીલિયત દેખકર ચુના જાયેંગા અને ઈસકા ફેસલા હમ કરેંગે.” આ પછી તાજ માટે યુદ્ધ શરૂ થાય છે. સલીમને એક એવા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે જે કવિતા અને પ્રેમને પસંદ કરે છે, જેને તક્તો તાજ સાથે કોઈ લેવાદેવા નથી.

તાજની લડાઈમાં ભાઈઓ એકબીજાના બનશે દુશ્મન ?

આ દરમિયાન એક ભાઈ સિંહાસન પર પોતાનો કબજો મેળવવા માંગે છે જ્યારે લોકો બીજા ભાઈને કહે છે કે, તે તેના માટે હકદાર છે. હવે તાજની લડાઈમાં ભાઈઓ કેવી રીતે એકબીજાના દુશ્મન બની જાય છે અને અકબર આ બધા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તે આ સિરીઝમાં બતાવવામાં આવશે. આ સિરીઝ 3 માર્ચના રોજ G5 પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ સિરીઝનું નિર્માણ કોન્ટિલોઈ ડિજિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સિરીઝમાં તાહા શાહ પ્રિન્સ મુરાદ, શુભમ કુમાર મેહરા પ્રિન્સ દાનિયાલ, સંધ્યા મૃદુલ રાણી જોધા બાઈ, ઝરીના વહાબ રાની સલીમા તરીકે જોવા મળશે. આમાં રાહુલ બોસ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ધર્મેન્દ્ર સૂફી સંત સલીમ ચિશ્તીના રોલમાં જોવા મળશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">