AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ખતરનાક ગુનેગાર પર બની છે સોનાક્ષી સિન્હાની ‘Dahaad’, જેણે પ્રેમની જાળમાં ફસાવીને મારી હતી 20 છોકરીઓને

Vijay Varma Role In Dahaad : વેબ સિરીઝ દહાડમાં વિજય વર્માનું પાત્ર વાસ્તવિક જીવનના સાયકો કિલર સાથે મેળ ખાય છે. જેણે 20 છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવીને મારી નાખી હતી. આવો તમને તે ખતરનાક ગુનેગાર વિશે જણાવીએ.

આ ખતરનાક ગુનેગાર પર બની છે સોનાક્ષી સિન્હાની 'Dahaad', જેણે પ્રેમની જાળમાં ફસાવીને મારી હતી 20 છોકરીઓને
Vijay Varma Role In Dahaad
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 6:16 PM
Share

Vijay Varma Role In Dahaad: OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 12 મેના રોજ રીલિઝ થયેલી સોનાક્ષી સિન્હા અને વિજય વર્માની વેબ સિરીઝ દહાડને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સિરીઝમાં સોનાક્ષી પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે, વિજય સાયકો કિલરના રોલમાં જોવા મળી રહ્યો છે. આજે અમે તમને રિયલ લાઈફના આવા જ ભયંકર ગુનેગાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની પાસેથી વિજય વર્માનું પાત્ર પ્રેરિત હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : સોનાક્ષી સિન્હાની ‘દહાડ’, દેશની પહેલી વેબ સિરીઝનું બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સ્ક્રિનિંગ

આવી છે વેબસિરીઝની સ્ટોરી

દહાડની વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે, અંજલિ નામની પોલીસ ઓફિસર એટલે કે સોનાક્ષી સિન્હા એક ગુમ થયેલી છોકરીની શોધમાં લાગેલી છે. તપાસ દરમિયાન તેમને ખબર પડી કે હજુ પણ ઘણી છોકરીઓ ગુમ છે, જેનું ઠેકાણું નથી. આ છોકરીઓના ગુમ થવા પાછળ આનંદ સ્વર્ણકાર (વિજય વર્મા) નામના ભયંકર ગુનેગારનો હાથ છે, જેણે આ બધી છોકરીઓની હત્યા કરી છે.

આવો જ એક ભયંકર ગુનેગાર વાસ્તવિક જીવનમાં પણ બન્યો છે, જે સાઇનાઇડ મોહન તરીકે પ્રખ્યાત હતો. તે પોતાના પ્રેમની જાળમાં છોકરીઓને ફસાવતો અને પછી તેમની હત્યા કરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, રોરમાં બતાવવામાં આવેલા વિજયા વર્માનું પાત્ર એ જ સાયકો કિલરથી પ્રેરિત છે.

સાયનાઇડ મોહન, તસવીર-પીટીઆઈ

સાયનાઇડ મોહન વિશે જાણો

સાઇનાઇડ મોહનનું સાચું નામ મોહન કુમાર હતું. જેઓ શિક્ષક હતા. 2003 થી 2009 ની વચ્ચે તેણે કર્ણાટકમાં લગભગ 20 છોકરીઓની હત્યા કરી હતી. તે 25 થી 30 વર્ષની છોકરીઓને નિશાન બનાવતો હતો. પહેલા તે તેમની સાથે મિત્રતા કરતો અને પછી પ્રેમમાં હોવાનો ડોળ કરતો. લગ્નના નામે તે યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને પછી ગર્ભપાતના નામે તે યુવતીઓને સાઈનાઈડ પીવડાવતો હતો. જેના કારણે યુવતીઓ મૃત્યુ પામી હતી અને પછી તે તેમના દાગીના લઈને ભાગી જતો હતો.

અહીંયાથી થઈ હતી ધરપકડ

સાઇનાઇડ મોહન હવે બેલાગાવીની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. અહેવાલો અનુસાર તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પોલીસે તેની 2009માં મેંગલુરુના એક ગામમાંથી ધરપકડ કરી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">