ક્યારે જોવા મળશે ‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝન? શારીબ હાશમીએ આપી મોટી જાણકારી
The Family Man Season 3: મનોજ બાજપેયીએ (Manoj Bajpayee) હાલમાં જ 'ધ ફેમિલી મેન'ની ત્રીજી સીઝન વિશે જાણકારી આપી હતી. તેના પછી હવે સીરીઝના જેકે એટલે કે શારીબ હાશમીએ પણ આ વિશે વાત કરી છે. તેને કહ્યું છે કે દર્શકોને સિઝન 3 ની ભેટ ક્યાં સુધી મળી શકે છે.

The Family Man Season 3: શારીબ હાશમી એક એવો એક્ટર છે જે જ્યારે પણ સ્ક્રીન પર દેખાય છે ત્યારે લોકો પર તેની શાનદાર એક્ટિંગની છાપ છોડી દે છે. હાલમાં શારીબ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ‘શિવ શાસ્ત્રી બાલ્બોવા’ માટે ચર્ચામાં છે, જેમાં તે નરગીસ ફકરીની સાથે જોવા મળશે.
આ ફિલ્મની વચ્ચે શારીબ હાશમીએ મીડિયા સાથેની વાતચીતમાં ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ કરવાની વાત કરી છે. તે મોટાભાગની ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યો છે, જેના વિશે તેને કહ્યું, મારા માટે પાત્રની લંબાઈ ક્યારેય મહત્વની નથી. હું કોની સાથે કામ કરું છું અને શું કરું છું તે મેટર કરે છે. સપોર્ટિંગ રોલ, પોઝિટિવ અને નેગેટિવ રોલ જેવી કોઈ વસ્તુ નથી. મને ફિલ્મોમાં મહત્વના રોલ મળવા માટે હું ખૂબ જ ભાગ્યશાળી છું.
‘ધ ફેમિલી સિઝન 3’ વિશે શું કહ્યું?
‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝન વિશે વાત કરતાં શારિબે કહ્યું, “તે મારા કરિયરની લાઈફ ચેન્જિંગ ઈવેન્ટ છે. ત્રીજી સીઝન આવશે અને હું ખાતરી આપું છું કે તે દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે.” તેને કહ્યું, આ સિરીઝ હાલમાં સ્ક્રિપ્ટીંગ સ્ટેજ પર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમે આ વર્ષે શૂટિંગ શરૂ કરીશું અને ત્રીજી સિઝન લોકો 2024 સુધીમાં જોઈ શકશે.
મનોજ બાજપેયીએ આપી હતી આ જાણકારી
અત્યાર સુધી રિલીઝ થયેલી ‘ધ ફેમિલી મેન’ની બંને સીઝન લોકોને પસંદ આવી હતી અને હવે લોકો તેની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે શારીબ હાશમી પહેલા હાલમાં જ મનોજ બાજપેયીએ પણ આ વિશે એક અપડેટ શેયર કરી હતી. તેને કહ્યું હતું કે આ હોળી પર તે તેના ફેમિલી સાથે આવવાનો છે, ત્યારબાદ એવી આશા છે કે કદાચ હોળી પર ત્રીજા ભાગને લગતું કોઈ સરપ્રાઈઝ હશે.
આ પણ વાંચો : પૂરી થઈ ‘શેરશાહ’ની લવસ્ટોરી, સિદ્ધાર્થને જે રાતે મળી તે ભૂલી શકી નથી કિયારા
‘ધ ફેમિલી મેન’માં મનોજ બાજપેયી અને શારીબ હાશમી બંનેએ સ્પેશિયલ કોપનો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. રશ્મિકા મંદાના પણ તેની બીજી સિઝનમાં જોવા મળી હતી.