Miss Marvel Episode 2 Review: મિસ માર્વલનો બીજો એપિસોડ રિલીઝ થયો, કમલા ખાનને થયો પ્રેમ જાણો શું છે સીક્રેટ?

|

Jun 16, 2022 | 7:27 PM

મિસ માર્વલ (Miss Marvel) સિરીઝ એક્શનની સાથે સસ્પેન્સથી ભરપુર બનાવી છે, બીજા એપિસોડમાંનો અંત તમને શોકમાં નાંખી દેશે.

Miss Marvel Episode 2 Review: મિસ માર્વલનો બીજો એપિસોડ રિલીઝ થયો, કમલા ખાનને થયો પ્રેમ જાણો શું છે સીક્રેટ?
‘મિસ માર્વલ’નો બીજો એપિસોડ રિલીઝ થયો
Image Credit source: twitter

Follow us on

Miss Marvel Episode 2 Gujarati Review: માર્વલ સ્ટુડિયોની મિસ માર્વલ (Miss Marvel) વેબ સિરીઝનો બીજો એપિસોડ રિલીઝ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, માર્વલની પ્રથમ સુપરહિરો પર બનેલી મિસ માર્વલ ફેન્સને ખુબ પંસદ આવી રહી છે. મિસ માર્વલની વેબ સિરીઝ (Web series)નો બીજો એપિસોડ ડિઝ્ની હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. બીજા એપિસોડમાં ખુબ સુંદર સીન જોવા મળે છે. આ સાથે બીજા એપિસોડમાં બોલીવુડ વિશે ખુબ વાતો કરવામાં આવી છે. મિસ માર્વલના બીજા એપિસોડમાં શાહરુખ ખાન હાઈલાઈટ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ એપિસોડમાં કમલા ખાન, ઉર્ફ મિસ માર્વલ તેની શક્તિઓનો ઉપયોગ કરવાનું શીખતી જોવા મળી હતી.

શક્તિઓનો ઉપયોગ કરવાનું શીખતી જોવા મળી મિસ માર્વલ

બીજા એપિસોડમાં મિસ માર્વલ પોતાની શક્તિઓ વિશે શીખતી જોવા મળી છે. કમલાની શક્તિઓએ તેને ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે, ત્યારબાદથી આખી શાળામાં કૂલ ડ્યૂડ બની ફરી રહી છે, ઘણા વર્ષો પછી તેણે તેના શિક્ષકને સુધાર્યો અને તેના નામના ઉચ્ચાર વિશે પણ જણાવ્યું.

નવો છોકરો કમલાનો ક્રશ

કમલા ખાનની શાળામાં એક નવા સિનીયરની એન્ટ્રી થઈ છે. આ સિનીયર એક છોકરો છે. તમને જણાવી દઈએ કે, છોકરાનું નામ રિષ શાહ છે. આ છોકરા પર કમલાને ક્રશ થયો છે. ધીમે ધીમે કમલા અને કામરનની મિત્રતા આગળ વધે છે શાહરુખને લઈ આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નાનીનું સિક્રેટ જાણી રહી છે કમલા

કમલા ખાન એક બાજુ પ્રેમમાં છે તો બીજી બાજુ પોલીસ પણ તેની પાછળ લાગેલી છે. તેમજ કમલા તેની નાનીના સિક્રેટ જાણવા પણ લાગેલી છે. શોમાં Tesherનું ગીત જલેબી બેબી અને ઋતવિકનું ગીત Sage એપિસોડમાં સામેલ કરવામાં આવ્યું છે, જેને સાંભળવું તમને ગમશે.

શું છે મિસ માર્વલની સ્ટોરી

મિસ માર્વલ સિરીઝ એક દેશી છોકરીની જીંદગીમાં આવનારી અનેક સમસ્યાઓ રજુ કરવામાં આવી છે, જેનો સામનો તેને કરવો પડે છે. આ સ્ટોરી કમલા ખાનની આસપાસ ફરે છે, જે એક પાકિસ્તાનની -અમેરિકન પરિવારની 16 વર્ષની બાળકી છે જે તેના હાઈસ્કુલના દિવસોને જીવવાનો પ્રયત્ન કરી રહી છે. કમલા ખાન એવેન્જર્સ એન્ડગેમ પછી કેપ્ટન માર્વેલનું સપનું જોઈ રહી છે.

Next Article