Viral Video : શાહરુખ ખાનના ફોટોને જોઈને જયા બચ્ચન શા માટે રડી પડી હતી?? જુઓ અહીંયા

ક્લાસિક કલ્ટ 'કભી ખુશી કભી ગમ' ફિલ્મની BTS મોમેન્ટ્સ શેર કરતા લોકપ્રિય ફિલ્મ નિર્માતા કરણ જોહરે (Karan Johar) પીઢ અભિનેત્રી જયા બચ્ચન અને શાહરુખ ખાનના બોન્ડિંગ વિશે વાત કરી છે.

Viral Video : શાહરુખ ખાનના ફોટોને જોઈને જયા બચ્ચન શા માટે રડી પડી હતી?? જુઓ અહીંયા
Kabhi Khushi Kabhi Gham Film Scene (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 7:52 PM

કલ્ટ કલાસિક (Cult Classics) ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ (Kabhi Khushi Kabhi Gham) આજે પણ ભારતીય સિનેમામાં (Bollywood) એક માઈલસ્ટોન ગણાય છે. જેમાં શાહરૂખ ખાન, હૃતિક રોશન, અમિતાભ બચ્ચન, કરીના કપૂર ખાન, કાજોલ, રાણી મુખર્જી અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી. જો કે, ઘણા લોકો જાણતા નથી પરંતુ K3Gના શૂટિંગ દરમિયાન, શાહરૂખ ખાન મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો. તાજેતરમાં, દિગ્દર્શક-નિર્માતા કરણ જોહરે, આ ફિલ્મના એક BTS વિડિયોમાં કહ્યું હતું કે, જયા બચ્ચને કઈ રીતે સેટ પર શાહરુખ ખાનને સપોર્ટ કર્યો હતો.

ધર્મા પ્રોડક્શનના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયેલા એક સ્નિપેટ કલીપમાં, કરણ જોહરે ખુલાસો કર્યો કે, જયા બચ્ચને તેને શાહરૂખના જીવનના મુશ્કેલીભર્યા તબક્કા વિશે જણાવ્યું હતું. કરણે કહ્યું કે, જયા શાહરુખની ત્યારે તેની બીજી માતા બની ગઈ હતી.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

“K3Gના શૂટિંગ દરમિયાન, જયાજી હંમેશા આવીને કહેતા હતા કે મને શાહરૂખ માટે ખૂબ જ ખરાબ લાગે છે. તે ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. શાહરૂખ તે સમયે ઘણી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણીએ કહ્યું કે હું તેના માટે ખૂબ જ ખરાબ અનુભવું છું. હું તેના પ્રત્યે એક માતા પુત્રના સંબંધ જેવી લાગણી અનુભવું છું, અને આમાં કોઈ જુઠ્ઠાણું નથી. હું જાણું છું કે તે દરેકના પ્રેમને પાત્ર છે.” કરણે આ વિડીયોમાં જણાવ્યું હતું.

ફિલ્મ નિર્માતાએ ફિલ્મનો એક ચોક્કસ શોટ યાદ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું કે, જયા બચ્ચનને આ ફિલ્મમાં રડવા માટે કોઈ ગ્લિસરીનની જરૂર નથી પડી. તેણી તે જ ક્ષણે ભાવુક થઈ ગઈ હતી.

View this post on Instagram

A post shared by fitoori ✨ (@justfitoori)

”આ એક આખી સિક્વન્સ છે. તે માત્ર SRKના ફોટોગ્રાફ તરફ ચાલે છે, માત્ર તેનો હાથ તેના પર મૂકે છે અને તેના પુત્રની હાજરીનો અનુભવ કરે છે. તેણીની આંખોમાંથી આંસુ સતત વહે છે. જયાજી ત્યારે ખુબ લાગણીશીલ બની જાય છે. તેની તરફ કેમેરો વળ્યો અને તે માત્ર શાહરૂખના ફોટોગ્રાફ સુધી ગઈ હતી અને તેનો ચહેરો અનુભવ્યો હતો. તેણી કોઈપણ ગ્લિસરીન અથવા કંઈપણ ખોટો અભિનય કર્યા વગર રડી પડી હતી. મને લાગે છે કે આ બધું દિલથી અનુભૂતિત થયું હતું. પરંતુ તમે તેને ફક્ત જયાજીના એક શ્રેષ્ઠ અભિનય માટે જ જોશો, કારણ કે તે શોટમાં 100 ટકા લાગણી ભરેલી છે.” લોકપ્રિય ફિલ્મ નિર્માતાએ આગળ જણાવ્યું હતું.

View this post on Instagram

A post shared by bollywood. (@bollydairie)

આ વીડિયો સ્નિપેટ ‘હેપ્પી મધર્સ ડે’ના અવસર પર શેર કરવામાં આવ્યો હતો. કભી ખુશી કભી ગમ ફિલ્મમાં જયા બચ્ચને SRK અને રિતિકની મમ્મી અને અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ચમકેલા દરેક કલાકારો માટે તેમની કરિયરનું એક ‘માઈલસ્ટોન’ સાબિત થઇ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">