કોણ હતું તે પહેલું વ્યક્તિ, જેને કેટરિનાએ કહી હતી વિકી સાથે ડેટિંગની વાત?, કોફી વિથ કરણમાં કર્યો ખુલાસો

TV9 GUJARATI

|

Updated on: Sep 08, 2022 | 4:50 PM

કેટરીના કૈફે (Katrina Kaif) વિકી કૌશલ સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. આ લગ્ન પહેલા બંનેના ડેટિંગના સમાચાર અવારનવાર ચર્ચામાં રહેતા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ પણ તેનો ખુલાસો કર્યો ન હતો.

કોણ હતું તે પહેલું વ્યક્તિ, જેને કેટરિનાએ કહી હતી વિકી સાથે ડેટિંગની વાત?, કોફી વિથ કરણમાં કર્યો ખુલાસો
vicky kaushal- katrina kaif
Follow us

કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણની (Koffee With Karan) સાતમી સીઝનમાં ફોન બૂથની સ્ટાર કાસ્ટ આજે શોમાં સામેલ થઈ રહી છે. કેટરિના કૈફની (Katrina Kaif) સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાર્થ ચતુર્વેદી પણ આ ચેટ શોમાં જોવા મળશે. આ પ્રસંગે કેટરીના કૈફે તેના પતિ વિકી કૌશલ વિશે ખુલીને વાત કરી છે. વિકી કૌશલ સાથેના તેના સંબંધો વિશે વાત કરતા કેટરિના કૈફે કહ્યું કે જ્યારે મીડિયામાં અમારા બંનેના સાથે હોવાના સમાચાર આવ્યા હતા, ત્યારે અમે બંને એકબીજાને ઓળખતા પણ ન હતા. પોતાની વાતને આગળ લઈ જતા કેટરીના કહે છે કે જે પણ થયું તે શાનદાર હતું. મને એ પણ ખબર ન હતી કે તેઓ કોણ છે. તે મારા કોન્ટેક્ટમાં પણ ન હતો. મેં ફક્ત નામ સાંભળ્યું હતું, પરંતુ કોઈ સંપર્ક ન હતો. તેઓ જાણતા નથી કે તેઓ ખબર નહિં ક્યાંથી આવ્યા પરંતુ કમાલ છે.

તેઓ મારી કિસ્મતમાં હતા

કેટરીના કૈફે એ પણ જણાવ્યું કે તે પહેલીવાર વિકી કૌશલને સ્ક્રીન એવોર્ડમાં મળી હતી. તે કહે છે કે સૌથી મજાની વાત એ છે કે મને લાગે છે કે તેઓ મારી કિસ્મતમાં હતાં અને આ જ થવાનું હતું. એવી ઘણી વસ્તુઓ છે જે આગળ થવાની જ છે. આ દરમિયાન કેટરિનાને તે સમય પણ યાદ આવ્યો, જ્યારે તેણે અને વિકી કૌશલે પહેલીવાર એકબીજાને ડેટ કર્યા હતા. તે પળને યાદ કરતાં કેટરિનાએ કહ્યું કે જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારે મેં આ વાત કોઈને કહી ન હતી. તે કહેવું અજીબ છે. હવે તે મારા પતિ છે, તે સમયે એવું લાગતું હતું કે અમારા ડેટિંગના સમાચાર જ્યારે હું કોઈને કહીશ ત્યારે તેમનું રિએક્શન આવું હશે.

સૌથી પહેલા કોને મળ્યા બંનેની ડેટિંગના સમાચાર?

કરણ જોહરે પૂછ્યું કે તમારા બંનેને સાથે લાવવામાં ઝોયા અખ્તરે મહત્વની ભૂમિકા ભજવી હતી? તેના જવાબમાં કેટરિના કૈફ કહે છે કે ઝોયા અખ્તર પહેલી વ્યક્તિ હતી, જેને મેં આ વાત કહી હતી. ઝોયા અખ્તર સાથે કેટરિના કૈફે ઝિંદગી ના મિલેગી દોબારામાં કામ કર્યું હતું. આ સિવાય કરણ જોહરે રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કેટરિના કૈફને પૂછ્યું કે તમે વિકીનો નંબર કયા નામથી સેવ કર્યો છે? તેના જવાબમાં તેણે કહ્યું કે હસબન્ડ. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે વિકીની સૌથી એટ્રેક્ટિવ વસ્તુ કઈ છે? તેના જવાબમાં તેણે કહ્યું કે તેનો વિશ્વાસ…

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati