Kisi Ka Bhai Kisi Ki Jaan: સલમાન ખાનનો બોક્સ ઓફિસ પર ધમાકો, હવે OTTની તૈયારી, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર થશે રિલિઝ
આ ફિલ્મનું નિર્માણ 'સલમાન ખાન ફિલ્મ્સ' દ્વારા કરવામાં આવ્યું છે. અહેવાલ છે કે 'કિસી કા ભાઈ કિસી કી જાન' ના ડિજિટલ રાઈટસ ZEE5ને વેચવામાં આવ્યા છે. એટલે કે, તમે OTT પ્લેટફોર્મ Zee5 પર સલમાન ખાનની આ ફિલ્મ જોઈ શકશો. આ માટે સલમાન ખાને તગડી રકમ વસૂલ કરી છે.

Salman Khan Movies On OTT: સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’એ બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરી છે. ઈદ પર રીલિઝ થયેલી ભાઈજાનની ફિલ્મે વીકેન્ડ પર સારી કમાણી કરી છે. સપ્તાહના અંતે ફિલ્મની કમાણીમાં 78%થી વધુનો વધારો જોવા મળ્યો છે. ફિલ્મે 3 દિવસમાં 62 કરોડનો આંકડો પાર કરી લીધો છે. સલમાન ખાનને મોટા પડદા પર લાંબા સમયથી જોવા માટે ચાહકો ક્રેઝી થઈ રહ્યા હતા અને હવે OTT પ્રેમીઓ માટે સારા સમાચાર છે. મીડિયા રિપોર્ટસ મુજબ ‘કિસી કા ભાઈ કિસી કી’ જાન ટૂંક સમયમાં OTT પર પણ રિલીઝ થઈ શકે છે.
આ ફિલ્મનું નિર્માણ ‘સલમાન ખાન ફિલ્મ્સ’ દ્વારા કરવામાં આવ્યું છે. અહેવાલ છે કે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ના ડિજિટલ રાઈટસ ZEE5ને વેચવામાં આવ્યા છે. એટલે કે, તમે OTT પ્લેટફોર્મ Zee5 પર સલમાન ખાનની આ ફિલ્મ જોઈ શકશો. આ માટે સલમાન ખાને તગડી રકમ વસૂલ કરી છે.
‘કિસી કા ભાઈ કિસી કી જાન’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શાહરૂખ ખાનની પઠાણ બાદ સલમાન ખાનના ફેન્સે ફરી એકવાર સાબિત કરી દીધું કે ખાનનો જાદુ હજુ પણ બરકરાર છે. હાલમાં, આ ફિલ્મ 15થી 20 દિવસ સુધી બોક્સ ઓફિસ પર પ્રભુત્વ મેળવે તેવી આશા છે. આ પછી મેના અંતમાં અથવા જૂનમાં, કિસી કા ભાઈ કિસી કી જાન OTT પર રિલીઝ થઈ શકે છે.
આ પણ વાંચો: Urvashi Rautelaએ ક્રિટિકને મોકલી નોટિસ, નાગાર્જુનના પુત્રના નામ સાથે પ્રકાશિત થયા હતા ખોટા સમાચાર
OTT પર સલમાનનો જાદુ ચાહકોના માથે ચડી ગયો. કોરોનાના સમયગાળા દરમિયાન, સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માત્ર OTT પર રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના થોડા કલાકો બાદ જાણે ચાહકોનો પૂર આવ્યો હોય તેમ OTT સર્વર લગભગ 2-3 કલાક ડાઉન હતું. રાધેને OTT પર 4.2 મિલિયન વખત જોવામાં આવી હતી. હવે સલમાન ખાનની OTT પ્રેમીઓ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
સલમાન ખાનની આ ફિલ્મનું બજેટ લગભગ 150 કરોડ હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સલમાન સાથે પૂજા હેગડે લીડ રોલમાં છે. આ સિવાય પલક તિવારી અને શહનાઝ ગિલ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. કિસી કા ભાઈ કિસી કી જાન 4500થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડનો આંકડો પાર કરી જશે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…