AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eid 2023: ઈદના અવસર પર ફેન્સને આ રીતે મળ્યો ‘ભાઈજાન’, સલમાન ખાને ફેમિલી સાથે સ્પેન્ડ કર્યો ક્વોલિટી ટાઈમ

Salman Khan Eid 2023: બોલિુડ સુપરસ્ટાર સલમાન ખાને ઈદના અવસર પર પોતાની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મ રિલીઝ કરીને ખાસ ગિફ્ટ આપી હતી. આ સિવાય એક્ટરે આ ખાસ અવસર પર તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો.

Eid 2023: ઈદના અવસર પર ફેન્સને આ રીતે મળ્યો 'ભાઈજાન', સલમાન ખાને ફેમિલી સાથે સ્પેન્ડ કર્યો ક્વોલિટી ટાઈમ
Salman Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 9:10 PM
Share

Salman Khan Eid Celebration 2023: દુનિયાભરમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર સ્ટાર્સ તેમના ફોટા શેર કરી રહ્યા છે અને ફેન્સને વિશ કરી રહ્યા છે. થોડા સમય પહેલા શાહરૂખ ખાને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને ઈદની શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય તેને મન્નતની બહાર એકઠા થયેલા લોકોને પણ સંબોધિત કર્યા અને તેમને શુભેચ્છા પાઠવી હતી. સલમાન ખાન આ વખતે ઈદ કેવી રીતે મનાવી રહ્યો છે તેની ઝલક પણ સામે આવવા લાગી છે. આ ખાસ અવસર પર સલમાન તેના પરિવાર સાથે છે.

સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘરની તસવીરો શેર કરી છે. આમાં તે પોતાના ઘરની બહાર ઉભેલી વિશાળ ભીડને હાથ હલાવીને આવકારતો જોવા મળે છે. ઈદના અવસર પર સલમાનના ઘરની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે. આવામાં એક્ટરે પણ ફેન્સ સાથે વાતચીત કરવા માટે સમય કાઢવો જરૂરી સમજ્યું. સલમાને ફેન્સને હાથ હલાવીને શુભેચ્છા પાઠવી હતી. ફોટો જોઈને અંદાજ લગાવી શકાય છે કે સલમાન ખાનની ફેન ફોલોઈંગ કેટલી ક્રેઝી છે. ફોટોની સાથે તેને કેપ્શનમાં લખ્યું- ‘તમને બધાને ઈદ મુબારક’

આ સિવાય સલમાન ખાનની નાની બહેનના પતિ આયુષ શર્માએ પણ ઈદ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં ખાન ફેમિલી એક છત નીચે જોવા મળે છે. સલમાન ખાન તેના પરિવાર સાથે ખૂબ જ ક્નેક્ટેડ છે અને તહેવારોના અવસર પર ઘરે જ રહેવાનું પસંદ કરે છે. આ ખાસ અવસર પર પણ તે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતો જોવા મળે છે.

View this post on Instagram

A post shared by Aayush Sharma (@aaysharma)

ફોટોમાં સલમાન ખાન સિવાય બહેન અર્પિતા, આયુષ શર્મા, સલીમ ખાન, સુશીલા ચરક, હેલન, અરબાઝ ખાન અને સોહેલ ખાન સહિતના અન્ય સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. સુપરસ્ટારનો આ ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટો શેર કરવાની સાથે આયુષે કેપ્શનમાં લખ્યું- ઈદ મુબારક.

આ પણ વાંચો : Viral Video: રણબીર કપૂરે ઉપાડવા પડ્યા આલિયાના ચપ્પલ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે દર વખતની જેમ સલમાન ખાને ઈદના અવસર પર ફેન્સને ગિફ્ટ આપી છે. એક્ટરની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ગઈ કાલે રિલીઝ થઈ છે. તરણ આદર્શના રિપોર્ટ મુજબ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 15 કરોડની કમાણી કરી લીધી છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મ તેના પહેલા વીકેન્ડમાં કેટલી કમાણી કરે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
g clip-path="url(#clip0_868_265)">