AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautelaએ ક્રિટિકને મોકલી નોટિસ, નાગાર્જુનના પુત્રના નામ સાથે પ્રકાશિત થયા હતા ખોટા સમાચાર

Urvashi Rautela Post:બોલિવૂડની એક અભિનેત્રીએ ફિલ્મ ક્રિટિકને ઠપકો આપ્યો અને તેની સામે કાનૂની કાર્યવાહીની નોટિસ મોકલી. ક્રિટીકે અભિનેત્રી વિરુદ્ધ ખોટા સમાચાર પ્રકાશિત કર્યા હતા.

Urvashi Rautelaએ ક્રિટિકને મોકલી નોટિસ, નાગાર્જુનના પુત્રના નામ સાથે પ્રકાશિત થયા હતા ખોટા સમાચાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 11:36 AM
Share

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેમના નિવેદનો તો ક્યારેક તેમની પોસ્ટ વારંવાર વિવાદોનો હિસ્સો બની રહે છે. પ્રોફેશનલ હોય કે પર્સનલ લાઈફ, ઉર્વશી રૌતેલાનું નામ દરરોજ લાઈમલાઈટમાં રહે છે. અત્યાર સુધી લોકોએ માત્ર ઉર્વશીનું મજાક અને ટોણા મારતું રૂપ જોયું છે. પરંતુ હવે અભિનેત્રીનો ગુસ્સો પણ જોયો છે, ઉર્વશીએ એક ક્રિટીકને કાનૂની નોટિસ મોકલી છે.

કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી

ખુદ ઉર્વશી રૌતેલાએ પણ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ ફિલ્મ ક્રિટિક ઉમૈર સંધુ પર માનહાનિની ​​કાનૂની નોટિસ મોકલી છે. ઉમૈર સંધુએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એવા સમાચાર પોસ્ટ કર્યા, જેને વાંચીને ઉર્વશી પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકી નહીં. ઉર્વશીએ પોતાની વિરુદ્ધ ફેક ન્યૂઝ વાંચતા જ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી. ઉર્વશીએ ઉમૈરના ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

આ પણ વાંચો : Nysa Devgn Video : ઓપ્સ મોમેન્ટનો શિકાર બનતી બચી અજય દેવગનની દીકરી, યુઝર્સે કહ્યું – કુછ તો ગરબડ હૈ

શેર કરાયેલ ટ્વિટ અનુસાર, ઉમૈર સંધુએ લખ્યું છે કે દક્ષિણના અભિનેતા અખિલ અક્કીનેનીએ ઉર્વશીને હેરાન કરી છે. આ ટ્વીટ વાંચ્યા બાદ ઉર્વશી ખૂબ જ ગુસ્સામાં છે અને તેણે તેના વિરૂદ્ધ ફેક ન્યૂઝ ફેલાવનારા ટીકાકારોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ, જો ઉર્વશી દ્વારા આપવામાં આવેલી માહિતી વિશે વાત કરીએ તો, તે અનુસાર, ઉમૈર સંધુને તેની કાનૂની ટીમ દ્વારા માનહાનિની ​​કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. અભિનેત્રીએ ઉમૈરના કામ પર પણ સવાલો ઉઠાવ્યા છે.

ઉર્વશીએ આગળ લખ્યું કે તે તેના જેવા પત્રકારો, તેમની નકલી અને હાસ્યાસ્પદ ટ્વિટ્સથી સ્પષ્ટ રીતે નારાજ છે. ઉમૈર સંધુએ પહેલીવાર કોઈ અભિનેત્રી વિશે ખોટા સમાચાર પ્રકાશિત કર્યા નથી. એવું માનવામાં આવે છે કે ઉર્વશી પહેલા તેણે સેલિના ગેલ્ટી પર પણ વિવાદિત નિવેદન આપ્યું હતું.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">