Viral Video: અનન્યા પાંડે નવી વેબસિરીઝમાં અલગ અવતારમાં મળશે જોવા, વરુણ ધવને ફની વીડિયો દ્વારા કર્યો ખુલાસો
Ananya Panday web series Call Me Bae: વરુણ ધવને અનન્યા પાંડેના (Ananya Panday) અપકમિંગ પ્રોજેક્ટનો ખુલાસો કર્યો છે. તે ધર્માટિક એન્ટરટેઈનમેન્ટની સાથે પ્રાઈમ વીડિયોની અપકમિંગ સિરીઝ કોલ મી બેમાં લીડ એક્ટ્રેસના રોલમાં જોવા મળશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Ananya Panday web series Call Me Bae: ઓટીટીના સુપર-ફેન્સ માટે ગુરુવારે વરુણ ધવને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. વરુણે એમેઝોન પ્રાઈમની અપકમિંગ સિરીઝ ‘કોલ મી બે’ પર એક નવા અપડેટ સાથે વાયરલ થઈ રહ્યો છે. વરુણ દ્વારા કરવામાં આવેલ એક મજેદાર વીડિયોમાં તે અનન્યા પાંડેને અપકમિંગ એમેઝોન ઓરિજિનલ સ્ક્રિપ્ટેડ સિરીઝ ‘કોલ મી બે’માં બે તરીકે રજૂ કરે છે.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
આ વીડિયોમાં અનન્યા તેનામાં રહેલી ફેશનિસ્ટાને પડકારતી અને વરુણ ધવનને ફેશન અને કપડાંની નાની નાની વાતો શીખવતી જોવા મળે છે. આ રીતે બંને તેમની એમેઝોન સિરીઝની જાહેરાત કરી રહ્યા છે, જેનું શૂટિંગ હમણાં જ શરૂ થયું છે.
શું છે આ સિરીઝની સ્ટોરી
એક અબજોપતિ ફેશનિસ્ટા, બે (અનન્યા પાંડે) તેના ખૂબ જ અમીર પરિવારે સેક્સ સ્કેન્ડલને કારણે ત્યાગ કરી દીધો છે. પહેલી વખત તેણે પોતાનો બચાવ કરવાનો છે. આ પ્રવાસમાં, તેણી સ્ટીરિયોટાઈપ્સ તોડે છે, પૂર્વગ્રહને તોડી નાખે છે અને તે ખરેખર કોણ છે તે શોધે છે.
આ પણ વાંચો : પતિથી અલગ થતાની સાથે જ અંગૂરી ભાભીનો બદલાયો અંદાજ, બ્લેક સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ લુક, જુઓ VIDEO
આ છે સિરીઝની ટીમ
કોલ મી બે કરણ જોહર, અપૂર્વ મહેતા અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે સોમેન મિશ્રા દ્વારા નિર્મિત અને કોલિન ડી’કુન્હા દ્વારા નિર્દેશિત એક ધર્માતિક એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન છે. ઈશિતા મોઈત્રા દ્વારા બનાવવામાં આવેલ, જેમણે સમીના મોટલેકર અને રોહિત નાયર સાથે સહ-લેખન પણ કર્યું છે, કોલ મી બે એમેઝોન પ્રાઈમ પર 240 થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઈમ સભ્યો માટે રિલીઝ થશે.
આ ફિલ્મમાં જોવા મળશે અનન્યા પાંડે
અનન્યા પાંડે છેલ્લે ફિલ્મ લાઈગરમાં વિજય દેવેરાકોંડા સાથે જોવા મળી હતી. અનન્યા પાંડેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી. લાઈગર પહેલા અનન્યા ‘ગેહરૈયાં’માં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ ચતુર્વેદી જોવા મળ્યા હતા. અનન્યા પાંડેની અપકમિંગ ફિલ્મની વિશે વાત કરીએ તો એક્ટ્રેસ હવે ‘ખો ગયે હમ કહાં’ અને ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળશે.