ઐશ્વર્યા લેશે રેખાની જગ્યા? સંજય લીલા ભણસાલીની સિરીઝ હીરા મંડીમાંથી રેખા આઉટ, ઐશ્વર્યા ઇન!

સંજય લીલા ભણસાલી વેબ સિરીઝ 'હિરા મંડી' માટે Netflix સાથે કોલોબ્રેશન કરવા જઈ રહ્યા છે. આ સિરીઝમાં કામ કરવા માટે બોલિવૂડની ઘણી ટોચની મહિલા કલાકારોના નામ સામે આવી રહ્યા હતા. આ સિરીઝને લઈને હવે ઐશ્વર્યાનું નામ ચર્ચામાં છે.

ઐશ્વર્યા લેશે રેખાની જગ્યા? સંજય લીલા ભણસાલીની સિરીઝ હીરા મંડીમાંથી રેખા આઉટ, ઐશ્વર્યા ઇન!
Aishwarya Rai will be cast in Sanjay Leela Bhansali's web series Heera Mandi

તાજેતરમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સે (Netflix) જાહેરાત કરી હતી કે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) તેમના પ્રોજેક્ટ, વેબ સિરીઝ ‘હિરા મંડી’ (Heera Mandi) માટે Netflix સાથે કોલોબ્રેશન કરવા જઈ રહ્યા છે. આ સિરીઝમાં કામ કરવા માટે બોલિવૂડની ઘણી ટોચની મહિલા કલાકારોના નામ સામે આવી રહ્યા હતા. અહેવાલો અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચનના (Aishwarya Rai Bachchan) નામની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

ઐશ્વર્યા સંજય સાથે કામ કરવા માટે તલપાપડ

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યાએ ફરી એકવાર સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઐશ્વર્યાએ તેના મનપસંદ ફિલ્મ નિર્માતા મણિરત્નમ સાથે તાજેતરમાં જ તેનો એક પ્રોજેક્ટ પૂરો કર્યો છે. હાલમાં ઐશ્વર્યા પાસે શૂટિંગ માટે ડેટની ભરમાર છે.

તે જ સમયે SLB પણ ઐશ્વર્યા સાથે ‘હીરા મંડી’માં કામ કરવાનું વિચારી રહ્યા છે. જો કે ફિલ્મના કાસ્ટિંગ અંગે કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. બંનેએ દેવદાસ અને ગુઝારીશમાં સાથે કામ કર્યું છે. આ બંને ફિલ્મો લોકોને ખુબ પસંદ આવી હતી. આ સિવાય હમ દિલ દે ચુકે સનમમાં ભણસાલી અને ઐશ્વર્યાની જોડીએ કમાલ કરી હતી.

રેખાની જગ્યા લેશે ઐશ્વર્યા

અહેવાલ હતા કે ઐશ્વર્યા પહેલા સંજય લીલા ભણસાલીએ ‘હીરા મંડી’માં અભિનેત્રી રેખાને (Rekha) લેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ રેખા સાથે કામ કરવું થોડું મુશ્કેલ થઇ રહ્યું છે.

હકીકતમાં, રેખાને સાઇન કરવા માટે ભણસાલીનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો જ્યારે તેમને નિર્દેશક અભિષેક કપૂર સાથે રેખાના બિનવ્યાવસાયિક વર્તન વિશે ખબર પડી. જેના કારણે ઘણી મુશ્કેલી પડી હતી. અહેવાલો અનુસાર ‘ફિતૂર’ ફિલ્મના નિર્માણ દરમિયાન રેખાને રાતોરાત બદલીને તબુએ કાસ્ટ કરવામાં આવી હતી. જેના કારણે ઘણી મુશ્કેલી પડી હતી.

આવી સ્થિતિમાં સંજય લીલા કોઈ જોખમ લેવાના મૂડમાં નથી. અને તેથી હવે ઐશ્વર્યા સાથે કામ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે, જે એક સમયે તેમની ફેવરિટ હતી. એવું કહી શકાય કે જો બધું બરાબર ચાલ્યું તો હીરા મંડી વેબ સિરીઝમાં રેખા નહીં પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળશે. જો કે હવે ભણસાલી ટીમ તરફથી ક્યારે આ વિશે ઘોષણા થાય છે તે જોવું રહ્યું.

 

આ પણ વાંચો: Happy Independence Day: સ્વતંત્રતા દિવસ પર સાંભળો આ ગીતો, જેની એક એક પંક્તિમાં છે દેશભક્તિના સૂર

આ પણ વાંચો: ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં ફરાહ ખાને નહીં, તેના બદલે Govindaએ શાહરૂખ ખાનને કર્યા હતા કોરિયોગ્રાફ, જાણો તેની પાછળનું કારણ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati