Virat Kohli Video: શરમ કરો યાર…વિરાટ કોહલી એ RCBના ફેન્સને માર્યો ટોન્ટ ! જાણો આ ઘટના પાછળની હકીકત

|

May 27, 2023 | 6:36 PM

Virat Kohli-Anushka Sharma: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એ એક ઈવેન્ટમાં આઈપીએલ 2023માં ભાગ લીધો હતો. આ દરમિયાનના તેમના ઘણા ક્યૂટ મૂમેન્ટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફેન્સનો પણ એક વીડિયો હાલમાં યુઝર્સને ખુબ જ ગમી રહ્યો છે.

Virat Kohli Video: શરમ કરો યાર...વિરાટ કોહલી એ RCBના ફેન્સને માર્યો ટોન્ટ ! જાણો આ ઘટના પાછળની હકીકત
virat kohli anushka sharma on rcb fans reaction

Follow us on

Bengaluru : વિરાટ કોહલી હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે ઈંગ્લેડમાં પહોંચ્યો છે. જ્યારે તેની પત્ની ઈંગ્લેન્ડમાં જ કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે. પણ હાલમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ક્યૂટ મૂમેન્ટના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. બેંગ્લોરની એક ઈવેન્ટમાં ભાગ લેવા ગયેલા વિરાટ અને અનુષ્કાને જોવા માટે RCBના ફેન્સ પણ પહોંચ્યા હતા.

બેંગ્લોરની આ ઈવેન્ટમાં વિરાટ અને અનુષ્કા પોતાના અનુભવ અને મજેદાર કિસ્સાઓ શેયર કરી રહ્યાં હતા. આ દરમિયાન વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું કે, તમને આઈપીએલમાં તમારી કઈ ઈનિંગ સૌથી બેસ્ટ લાગે છે ? આ સવાલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફેન્સ વિરાટ કોહલીને ઝીરો બતાવવા લાગ્યા હતા. આ ઘટના પર વિરાટ કોહલી એ પણ જોરદાર રિએક્શન આપ્યું હતું.

સૂતા પહેલા આ પાણી પીવો, મશીન કરતા પણ ફાસ્ટ કામ કરશે પાચનતંત્ર
ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ

આ પણ વાંચો : IPL 2023 Breaking News : શુભમન ગિલ એ ફટકારી ત્રીજી સેન્ચુરી, મુંબઈ ઈન્ડિયન્સ સામે ફરીથી ચમક્યો, જુઓ Video

આ રહ્યો વિરાટ કોહલીનો એ વાયરલ વીડિયો

 

આઈપીએલમાં બેસ્ટ ઈનિંગના સવાલ પર સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી એ મજાકના અંદાજમાં કહ્યું હતું કે, મારી પાછલી ઈનિંગ સૌથી સારી હતી. આ સમયે કોહલી રાજસ્થાન રોયલ્સ સામે 23 એપ્રિલના રોજ રમેલી ઈનિંગની વાત કરી રહ્યો હતો. આ ઈનિંગમાં તે ઝીરો રન પર આઉટ થયો હતો. તેના આ જવાબ પણ ઈવેન્ટમાં આવેલા બેંગ્લોરની ટીમના ફેન્સ ખુબ હસ્યા હતા. અને તેને ઝીરોની સાઈન બતાવવા લાગ્યા હતા.

આ પણ વાંચો : IPL 2023 : ક્રિકેટ રસિયાઓ સાવધાન ! તમારા હાથમાં રાખી શકશો IPL મેચની માત્ર આટલી જ ટિકિટ

ફેન્સ દ્વારા બતાવેલી ઝીરોની સાઈન જોઈ વિરાટ કોહલી પણ હસી પડ્યો હતો. તેણે હસતા હસતા અનુષ્કાને કહ્યું કે, આ બેંગ્લોરની ટીમના ફેન્સ છે. ફેન્સનું રિએક્શન જોઈ વિરાટ કોહલી એ કહ્યું હતું કે, અરે તમે બેંગ્લોરના ફેન્સ છો ? શર્મા કરો કેટલા ખુશ થઈ રહ્યા છો ! ઝીરો-ઝીરો બતાવી રહ્યા છો.

આઈપીએલ 2023માં વિરાટ કોહલીએ 14 ઈનિંગમાં 2 સેન્ચુરી ફટકારી હતી. તેણે કુલ 6 ફિફટી સાથે બેંગ્લોર માટે 639 રન બનાવ્યા હતા. પણ તેની ટીમ પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે રહી હતી અને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article