AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: તલાકની જાહેરાત છતાં એક બીજાની નજીક છે Aamir Khan અને કિરણ, લદ્દાખમાં એક સાથે કર્યો ડાન્સ

Aamir Khan Kiran Rao Dance :- આમિર ખાન અને કિરણ રાવ ભલે પતિ અને પત્ની તરીકે સાથે ન હોય, પરંતુ પ્રોફેશનલી રીતે બંને હજી સાથે છે. હવે લદ્દાખથી આ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકો ખુશ છે.

Video: તલાકની જાહેરાત છતાં એક બીજાની નજીક છે Aamir Khan અને કિરણ, લદ્દાખમાં એક સાથે કર્યો ડાન્સ
Aamir khan, Kiran Rao
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 1:02 PM
Share

આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao) થોડા દિવસો પહેલા તલાકના સમાચાર આપ્યા બાદ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. લગ્નના 15 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા છે. જો કે, બંનેએ એમ પણ કહ્યું હતું કે જે પણ પ્રોજેક્ટમાં તેઓ કામ કરી રહ્યા હતા અથવા સાથે કરશે, તો તેઓ મળીને કરશે.

આ દિવસોમાં આમિર અને કિરણ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) ના શૂટિંગ માટે લદ્દાખ પહોંચ્યા છે. શુટિંગની વચ્ચે બ્રેક લઈને આમિર અને કિરણ ત્યાંના લોકો સાથે ખૂબ મસ્તી કરી રહ્યા છે. આમિર અને કિરણ ત્યાં પરંપરાગત આઉટફિટ્સ પહેરીને તેમની સાથે ડાન્સ કરી રહ્યા છે.

આ દરમિયાન, આમિરે લાલ કલરનું આઉટફિટ પહેર્યો છે, પર્પલ હેટની સાથે, જ્યારે કિરણ ગ્રીન ટોપી સાથે ડાર્ક પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે. એક મહિલા તેમને ડાન્સ શીખાવી રહી છે અને આમિર, કિરણ તેમને જોઈને ડાન્સ કરી રહ્યા છે. બંને ડાન્સ શરુ કરતાની સાથે દરેક આનંદથી બૂમ પાડવાનું શરૂ કરે છે. ખરેખર, લદ્દાખના એક ગામમાં ત્યાંના લોકોએ ફિલ્મની આખી ટીમને આવકારી હતી અને આ દરમિયાન બધાએ ખૂબ મસ્તી કરી હતી.

અહીં જુઓ વીડિયો Watch video here

બાળકો સાથે આમિરનો બીજો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કેટલાક બાળકો સાથે ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો જોઇને સ્પષ્ટ થાય છે કે આમિર, કિરણ અને ફિલ્મની આખી ટીમ ત્યાં શૂટિંગ દરમિયાન ખૂબ જ એન્જોય કરી રહી છે.

અહીં જુઓ વીડિયો watch video here

પહેલા ફોટો થયો હતો વાયરલ

ચૈતન્ય અક્કિનેનીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા આમિર અને કિરણ સાથે ફોટો શેર કર્યો હતો. આ દરમિયાન આમિરે ચૈતન્ય અને કિરણને ગળે લગાવ્યા હતા. આમિર અને કિરણ બંને પ્રોફેશનલ છે અને તેમના પર્સનલ લાઈફનાં તેમના નિર્ણયો પ્રોફેશનલ લાઈફમાં આવવા દેતા નથી.

અલગ થવા પર શું બોલ્યા હતા આમિર

આમિરે અલગ થવા પર નિવેદન જારી કર્યું હતું અને લખ્યું હતું કે 15 વર્ષની સુંદર સફરમાં અમે ઘણી સારી ક્ષણોનો આનંદ માણ્યો છે અને અમારા સંબંધોમાં વિશ્વાસ, પ્રેમ અને રિસ્પેક્ટ માત્ર વધ્યો છે. હવે અમે અમારી જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ પતિ અને પત્ની તરીકે નહીં, પરંતુ સહ-માતાપિતા તરીકે. અમે થોડા સમય પહેલાં અલગ થવાનું નક્કી કર્યું હતું અને હવે તે બધા સાથે શેર કરી રહ્યા છીએ. અમે એક સાથે પુત્ર આઝાદને ઉછેરશું.

પ્રોફેશનલ લાઈફમાં પણ સાથે

અમારી જેટલી પણ ફિલ્મો હશે, પાની ફાઉન્ડેશન અને અન્ય જે પણ પ્રોજેક્ટ્સ અમે સાથે મળીને પૂર્ણ કરીશું. તમે આ તલાકને અંત તરીકે નહીં પરંતુ નવી જર્નીની શરૂઆત તરીકે જોશો.

g clip-path="url(#clip0_868_265)">