AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vicky Kaushal Net Worth : વિકી કૌશલ એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ, જાણો કેટલી છે એક્ટરની સંપત્તિ

વિકી કૌશલ પણ વાહનોનો શોખીન છે. તેણે આ વર્ષે જ એક રેન્જ રોવર વાહન ખરીદી છે. તેણે પોતાની કારની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે. રેન્જ રોવર ઉપરાંત, વિકી પાસે તેના કાર કલેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ જીએલસી એસયુવી કાર પણ છે.

Vicky Kaushal Net Worth : વિકી કૌશલ એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ, જાણો કેટલી છે એક્ટરની સંપત્તિ
Vicky Kaushal Net Worth
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 2:43 PM
Share

વિકી કૌશલે (Vicky Kaushal) પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. વિકીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને લોકોના દિલમાં જગ્યા બનાવવામાં બહુ ઓછો સમય લાગ્યો. વિકી કૌશલને તેના અભિનય માટે માત્ર ચાહકો તરફથી વખાણ જ નથી મળ્યા પરંતુ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પણ તેની પ્રશંસા કરી છે. વિકી કૌશલ એવા કલાકારોમાંથી એક છે જે કોઈ પણ પાત્રને ખૂબ જ સરળ રીતે ભજવી લે છે અને પોતાને તેમાં ઢાળે છે.

વિકીની આ ગુણવત્તા તેના ચાહકોને પસંદ છે અને આ જ કારણ છે કે તેની ફિલ્મો દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. પછી તે ‘મસાન’ હોય કે ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’. હાલમાં, વિકી કૌશલ તેની કોઈ ફિલ્મને લઈને નહીં, પરંતુ તેના લગ્નને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. વિકી કૌશલ 9 ડિસેમ્બરે અભિનેત્રી કેટરિના કૈફ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ રિસોર્ટમાં આ લગ્નની ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે એટલે કે 7 ડિસેમ્બરથી બંનેના લગ્નના ફંકશન પણ શરૂ થઈ રહ્યા છે. આ લગ્નમાં વિકી અને કેટરીના બંને ખુલ્લા હાથે ખર્ચ કરી રહ્યા છે. આ લગ્ન કોઈ શાહી લગ્નથી ઓછા નથી લાગતા વિકી કૌશલ તેના લગ્ન પર ઘણો ખર્ચ કરી રહ્યો છે, તો ચાલો તેની નેટવર્થ પર એક નજર કરીએ.

વિકી કૌશલ એવા કલાકારોમાંથી એક છે જેમણે ખૂબ જ ઓછા સમયમાં વ્યાપક ઓળખ અને લોકપ્રિયતા મેળવી છે. એકથી એક શાનદાર ફિલ્મો અને તેના અભિનયથી તે ખૂબ જ સફળ અભિનેતા બની ગયો છે. ઘણા અહેવાલો અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 25 થી 30 કરોડ રૂપિયા છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે દરેક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા લે છે.

વિકી કૌશલ પણ ગાડીઓનો શોખીન છે. તેણે આ વર્ષે જ એક રેન્જ રોવર વાહન ખરીદી છે. તેણે પોતાની કારની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે. રેન્જ રોવર ઉપરાંત, વિકી પાસે તેના કાર કલેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ જીએલસી એસયુવી કાર પણ છે. એન્જિનિયરિંગ છોડીને એક્ટર બનેલા વિકી પાસે મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી પ્રખ્યાત બિલ્ડિંગ ઓબેરોય સ્પ્રિંગ્સમાં એક આલીશાન ઘર પણ છે. આ ઘરમાં તે પોતાના પરિવાર સાથે રહે છે.

આ પણ વાંચો –

Vijay Hazare Trophy 2021-22: 38 ટીમો, 6 ગ્રુપ અને 105 મેચ, 19 દિવસ સુધી દેશમાં વનડે ક્રિકેટનો જંગ જામશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

આ પણ વાંચો –

સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને કોર્ટે ફટકારી ફાંસીની સજા, 29 જ દિવસમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">