AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govinda Naam Mera: મર્ડર, મિસ્ટ્રી અને મસાલા લઈને આવી રહ્યો છે વિકી, આ દિવસે ઓટીટી પર થશે સ્ટ્રીમ

Govinda Naam Mera Release Date Out: બોલિવૂડ એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) તેની અપકમિંગ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર જોવા મળશે.

Govinda Naam Mera: મર્ડર, મિસ્ટ્રી અને મસાલા લઈને આવી રહ્યો છે વિકી, આ દિવસે ઓટીટી પર થશે સ્ટ્રીમ
Govinda Naam Mera
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 7:50 PM
Share

Govinda Naam Mera Release Date Out: બોલિવૂડ એક્ટર વિકી કૌશલે પોતાની દમદાર એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું છે. એક્ટરે અત્યાર સુધી કરેલી તમામ ફિલ્મોમાં તેના કામની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. વિકી કૌશલના ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં એક્ટર તેની અપકમિંગ ફિલ્મને લઈને સતત ચર્ચામાં છે. જેની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે.

વિકી કૌશલની મચ અવેટેડ ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. વિકીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે રિલીઝ ડેટ વિશેની જાણકારી શેયર કરી છે. ફિલ્મનું પોસ્ટર શેયર કરતી વખતે એક્ટરે પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, મર્ડર, મિસ્ટ્રી, મસાલા અને મેડનેસ – આ બધું તમારી હોમ સ્ક્રીન પર આવી રહ્યું છે. #GovindaNaamMera સ્ટ્રીમિંગ 16મી ડિસેમ્બરથી માત્ર Disney+ Hotstar પર!

શેયર કરેલા પોસ્ટરમાં જોઈ શકાય છે કે ગોવિંદાની ભૂમિકામાં વિકી કૌશલ તેના બે પ્રેમીઓની સાથે જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં વિકી ઉપરાંત ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પોસ્ટરમાં બંને એક્ટ્રેસને જોઈને તેમના પાત્રનો પણ ઘણા હદ સુધી અંદાજો લગાવી શકાય છે. પોસ્ટરમાં ભૂમિ ટિપિકલ દેશી અવતારમાં જોવા મળી રહી છે. તેનું પાત્ર પણ એવું જ હશે. કિયારાની વાત કરીએ તો તે ખૂબ જ બિન્દાસ અને બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

તમને જણાવી દઈએ કે ‘ગોવિંદા નામ મેરા’માં વિકી એક ડાન્સરની ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મમાં એક તરફ તેની પત્ની અને તેની બીજી તરફ ગર્લફ્રેન્ડ હશે. હવે આ વાર્તા કેવી રીતે આગળ વધે છે, તે જોવું રસપ્રદ રહેશે. વિકી કૌશલની આ ફિલ્મ થિયેટરમાં નહીં, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની છે. કરણ જોહરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર પણ શેયર કર્યું છે. ફિલ્મનું પોસ્ટર જોયા બાદ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. આ ફિલ્મથી મેકર્સની સાથે-સાથે એક્ટરના ફેન્સને પણ ઘણી આશાઓ છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">