Vicky Katrina Wedding:વિકી અને કેટરિના સવાઈ માધોપુરના ત્રિનેત્ર ગણેશ મંદિરમાં જઈ શકે છે, આજથી લગ્નની વિધિઓ શરૂ ગુંજશે શરણાઈના સુર

|

Dec 07, 2021 | 8:30 AM

લગ્ન પછી વિકી અને કેટરીના પ્રસિદ્ધ ત્રિનેત્ર ગણેશ મંદિરના દર્શન કરવા રણથંભોર જઈ શકે છે. આ પ્રાચીન મંદિર સિક્સ સેન્સ ફોર્ટ બરવારા રિસોર્ટથી લગભગ 32 કિલોમીટરના અંતરે આવેલું છે.

Vicky Katrina Wedding:વિકી અને કેટરિના સવાઈ માધોપુરના ત્રિનેત્ર ગણેશ મંદિરમાં જઈ શકે છે, આજથી લગ્નની વિધિઓ શરૂ ગુંજશે શરણાઈના સુર
vicky kaushal katrina kaif

Follow us on

Vicky Katrina Wedding:વિકી કૌશલ(Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) 9 ડિસેમ્બરે સવાઈ માધોપુર જિલ્લાના બરવાડા સ્થિત સિક્સ સેન્સ ફોર્ટ(Six Sense Fort)માં સાત ફેરા લેવા જઈ રહ્યા છે. બંનેના પરિવાર લગ્ન માટે રણથંભોર કિલ્લા પહોંચ્યા છે.સવાઈ માધોપુરના રણથંભોર કિલ્લા (Ranthambore fort)માં 1500 ફૂટની ઉંચાઈ પર ભગવાન ગણેશનું મંદિર છે. જ્યાં વિકી કૌશલ અને કેટરિના કૈફ તેમના લગ્ન સપ્તાહમાં આશીર્વાદ લેવા જઈ શકે છે.

એક અહેવાલ મુજબ, રણથંભોર અને સવાઈ માધોપુરના સ્થાનિક લોકોએ ભલામણ કરી છે કે, વિવાહિત યુગલે ભગવાનના આશીર્વાદ મેળવવા ત્રિનેત્ર ગણેશ મંદિર (Trinetra Ganesh Temple)ની મુલાકાત લેવી જોઈએ. આ પ્રાચીન મંદિર સિક્સ સેન્સ ફોર્ટ (Six Sense Fort)બરવારા રિસોર્ટથી લગભગ 32 કિલોમીટરના અંતરે આવેલું છે. એવું માનવામાં આવે છે કે લગ્ન કરતા પહેલા અથવા કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આ મંદિરમાં કાર્ડ ચઢાવવામાં આવે છે. દરરોજ, હજારો લોકો અહીં તેમના લગ્ન (Marriage)નું પ્રથમ કાર્ડ ચઢાવે છે. આ મંદિર પરિણીત અથવા નવા પરિણીત યુગલો માટે ખૂબ પ્રખ્યાત છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

આ મંદિરમાં દરરોજ હજારો કાર્ડ આવે છે

મંદિરને દરરોજ હજારો કાર્ડ મળે છે અને તમામ કાર્ડ આશીર્વાદ માટે મંદિરમાં ત્રણ આંખોવાળી ગણેશ મૂર્તિની સામે મૂકવામાં આવે છે. રણથંભોરના સ્થાનિક સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, વિકી અને કેટરીનાના લગ્નનું કાર્ડ મંદિરને મળ્યું નથી.

આ મંદિર 1300 એડી માં રાજા હમીરા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ આખા દેશમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન ગણેશનો આખો પરિવાર બતાવવામાં આવ્યો છે. મંદિરમાં ગણેશ-રાદ્ધિ-સિદ્ધિ અને તેમના બે પુત્રો શુભ અને લાભ તેમજ તેમના વાહન મુષકની મૂર્તિ છે.

લગ્નની વિધિઓમાં થીમ હશે

વિકી અને કેટરીનાનો પરિવાર સવાઈ માધોપુર સિક્સ સેન્સ ફોર્ટ પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર બંનેના લગ્નની વિધિ પણ આજથી શરૂ થશે. વિકી અને કેટરીના હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાના છે. તેમના લગ્નમાં સંગીત, મહેંદી અને લગ્ન સમારંભની થીમ છે. રિપોર્ટ અનુસાર, આજે વિકી અને કેટરીનાના લગ્ન સંગીત છે.

આ પણ વાંચો : Gujarat: ઓમિક્રોનની એન્ટ્રી બાદ પ્રાથમિકના બાળકોના ઓફલાઇન વર્ગો બંધ કરવાની માગ, જાણો શું કહ્યું આરોગ્ય પ્રધાને

Next Article