AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: ઓમિક્રોનની એન્ટ્રી બાદ પ્રાથમિકના બાળકોના ઓફલાઇન વર્ગો બંધ કરવાની માગ, જાણો શું કહ્યું આરોગ્ય પ્રધાને

Gujarat: ઓમિક્રોનની એન્ટ્રી બાદ પ્રાથમિકના બાળકોના ઓફલાઇન વર્ગો બંધ કરવાની માગ, જાણો શું કહ્યું આરોગ્ય પ્રધાને

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 6:41 AM
Share

Ahmedabad : ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ વાલીઓએ શાળાઓ બંધ કરવાની માંગ કરી છે. તો સરકારે તમામ શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરી છે.

Omicron: એક તરફ દોઢ વર્ષથી બંધ પ્રાથમિક શાળાના (Primary School) વર્ગો શરૂ થઇ ચૂક્યા છે, તો બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટની (Omicron Variant) એન્ટ્રીથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો બંધ કરવા વાલીઓએ માગ કરી છે. તો શાળાઓ બંધ કરવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં હોવાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું. આરોગ્ય પ્રધાને કહ્યું કે, સરકારે (Gujarat Government) તમામ શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરી છે. વધુમાં કહ્યું કે, જો કોરોનાના કેસ વધશે તો ચર્ચા વિચારણા કરી સરકાર નિર્ણય લેશે.

તો જણાવી દઈએ કે શનિવારે ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઈ હતી. સાઉથ આફ્રિકાથી જામનગરમાં આવેલા 72 વર્ષના વૃદ્ધના રિપોર્ટ શનિવારે આવ્યા હતા. જેમાં ઓમિક્રોનની અસર હોવાની પૃષ્ટિ થતા તંત્ર દોડતું થયું હતું. તો બીજી તરફ ઘણા બાળકો પણ આ વેરિએન્ટમાં સપડાયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. આવામાં સ્વાભાવિક છે કે વાલીઓની બાળકો પ્રત્યે ચિંતા વધે.

એક વાલીનું કહેવું છે કે બાળકોને હજુ સુધી વેક્સિન મળી નથી. જેથી તેમને ઓમિક્રોન થવાની શક્યતા વધુ છે. તો તેમનું કહેવું છે કે નાના બાળકોની સુરક્ષા માટે સરકાર પગલા લે અને સ્કૂલ ઓન લાઈન શરુ કરે એવી તેમની માગ છે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો

આ પણ વાંચો: Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી

g clip-path="url(#clip0_868_265)">