AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vicky-Katrina Wedding : વિક્કી-કેટરિનાના લગ્નના ફંક્શનની થઇ શરૂઆત, મ્યુઝિકલ નાઈટમાં વાગ્યા આ ખાસ ગીતો

વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફના (Katrina Kaif) લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. આ બંને 9મી ડિસેમ્બરે સાત ફેરા લેવાના છે. લગ્નમાં હાજરી આપવા માટે મહેમાનો પણ સવાઈ માધોપુર પહોંચી ગયા છે.

Vicky-Katrina Wedding : વિક્કી-કેટરિનાના લગ્નના ફંક્શનની થઇ શરૂઆત, મ્યુઝિકલ નાઈટમાં વાગ્યા આ ખાસ ગીતો
Vicky-Katrina Wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:33 AM
Share

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (katrina Kaif) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ફેન્સ પણ આ લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિકી અને કેટરિના 9મી ડિસેમ્બરે સાત ફેરા લેવા જઈ રહ્યા છે અને લગ્નના ફંક્શન માટે બંને પરિવારો સાથે મહેમાનો પણ સવાઈ માધોપુર પહોંચી ગયા છે. આ સાથે જ મંગળવારથી લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે.

વિક્કી અને કેટરિના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, લગ્નના ત્રણ દિવસના ફંક્શનના પહેલા દિવસે એક મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સમગ્ર સ્થળ રોશનીથી ઝળહળતું જોવા મળે છે.

મ્યુઝિકલ નાઇટમાં ખાસ ગીતો રિપોર્ટ્સ અનુસાર, વિક્કી અને કેટરીનાના લગ્નની મ્યુઝિકલ નાઈટમાં મહેમાનોએ ખૂબ એન્જોય કર્યું હતું. ફંક્શનમાં પંજાબી ગીતો, રાજસ્થાની સાંસ્કૃતિક ગીતો સાથે ડાન્સ નંબર પણ વગાડવામાં આવ્યા હતા. જેમાં કેટરીના કૈફની ફિલ્મ સૂર્યવંશીની ટિપ ટિપ બરસા પાની પણ સામેલ હતું.

જો રિપોર્ટનું માનવામાં આવે તો સંગીતનું ફંક્શન બુધવારે થવાનું છે.સંગીત ફંક્શન અગાઉ રાજસ્થાનના સોજાતથી આવેલી મહેંદી કેટરીનાના હાથ પર લગાવવામાં આવશે. આ મહેંદી સેરેમની 1 કલાક સુધી ચાલશે.

કિલ્લામાં આતશબાજી સાથે પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ હતી. એક ફેન્સે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો જેમાં કિલ્લા પર ફટાકડા ફોડતા જોવા મળી રહ્યા છે.

લગ્ન પછી અહીં ફરવા જશે રિપોર્ટ્સનું માનીએ તો રાજસ્થાનમાં લગ્ન કર્યા બાદ કેટરીના અને વિક્કી એક ફાઈવ સ્ટાર હોટલમાં રિસેપ્શનમાં હાજરી આપવાના છે. જેમાં બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે. તે જ સમયે, બંને કામના કારણે લાંબી રજાઓ પર જવાના નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિકી અને કેટરીના બંને ડિસેમ્બરમાં કામ પર પાછા ફરવાના છે. જેના કારણે તેઓ રિસેપ્શન બાદ ટૂંકી રજાઓ માટે માલદીવ જઈ શકે છે.

તમને જણાવી દઈએ કે લગ્નમાં હાજરી આપવા માટે ઘણા સેલેબ્સ સવાઈ માધોપુર પહોંચ્યા છે. તેમાં નેહા ધૂપિયા, અંગદ બેદી, શર્વરી વાળા, કબીર ખાન, મીની માથુર, ગુરદાસ માન સહિતના કલાકારો સામેલ છે. તે જ સમયે, કરણ જોહર, ફરાહ ખાન, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ઘણા સેલેબ્સ પણ લગ્નનો ભાગ બની શકે છે. તે લગ્નના દિવસે સ્થળ પર પહોંચી શકે છે.

આ પણ વાંચો : Happy Birthday Dharmendra : બોલીવુડની ડ્રિમગર્લ સાથેની પહેલી મુલાકાતમાં જ ધર્મેન્દ્રને થઇ ગયો હતો પ્રેમ, જાણો બર્થડે પર જાણી-અજાણી વાતો

આ પણ વાંચો : લો બોલો… UAEમાં હવે સાડા ચાર દિવસ જ વર્કિંગ, શુક્રવારે હાફ ડે અને શનિવાર અને રવિવારે રહેશે વીકએન્ડ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">