AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine Week 2022: વેલેન્ટાઈન વીકમાં તમારા પાર્ટનર સાથે આ પાંચ રોમેન્ટિક વેબ સિરીઝ જુઓ

વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. આ આખા અઠવાડિયાને પ્રેમી યુગલ કોઈ ઉજવણીથી ઓછું માનતા નથી. 7મી ફેબ્રુઆરીથી શરૂ થતા આ પ્રેમ સપ્તાહનો દરેક દિવસ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે. રોઝ ડેના પહેલા દિવસથી શરૂ કરીને આ અઠવાડિયું 14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે પર પૂર્ણ થાય છે.

Valentine Week 2022: વેલેન્ટાઈન વીકમાં તમારા પાર્ટનર સાથે આ પાંચ રોમેન્ટિક વેબ સિરીઝ જુઓ
Broken But Beautiful AND Little Things (Web Series poster)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 1:05 PM
Share

Valentine Week 2022: OTTના આજના યુગમાં લોકોમાં વેબ સિરીઝ (Web series) જોવાનો ઘણો ક્રેઝ છે. વેલેન્ટાઈન વીકમાં તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક વેબ સિરીઝ  (Romantic web series) પણ જોઈ શકો છો. તમને સાચા પ્રેમનો અહેસાસ કરાવતી આ વેબ સિરીઝ જોયા પછી તમારું હૃદય ચોક્કસ ખુશ થઈ જશે. દરેક કપલને રોમેન્ટિક રીતે વેલેન્ટાઈન ડે (Valentine’s Day) સેલિબ્રેટ કરવાનું પસંદ હોય છે. આ દિવસે યુગલો રોમેન્ટિક જગ્યા સાથે થોડો સમય પસાર કરવાનું પસંદ કરે છે.

Mismatch

તમે ટાઈટલ જોઈને સમજી ગયા હશો. આ એક પ્રેમી યુગલની વાર્તા છે જે એકબીજાથી સાવ અલગ છે. પ્રેમની સાથે પરસ્પર સમજણ હોવી પણ ખૂબ જ જરૂરી છે, જો તે ન હોય તો સાથે રહેવું મુશ્કેલ બની જાય છે. વેબ સિરીઝ મિસમેચ બે એવા લોકોની સ્ટોરી કહે છે જે એકબીજાથી અલગ હોવા છતાં પ્રેમમાં પડે છે. તમે આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

Permanent Roommates

વેબ સિરીઝ પરમેનન્ટ રૂમમેટ્સમાં રોમાન્સની સાથે કોમેડી પણ છે. આ સિરીઝમાં સુમિતા વ્યાસ અને નિધિ સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ MX Player પર ઉપલબ્ધ છે.

Broken But Beautiful

આ વેબ સિરીઝની ત્રણ સિઝન આવી ચૂકી છે. તેની સ્ટોરી પ્રેમ, બ્રેકઅપની આસપાસ ફરે છે. આ સિરીઝમાં તમને પ્રેમ સાથેનો રોમાન્સ અને તેના બ્રેકઅપની હેરાનગતિ પણ જોવા મળશે. આ સીરિઝ Alt બાલાજી અને MX પ્લેયર પર જોઈ શકાય છે.

Little Things

આ સીરિઝનું આજના યુવાનો માટે વિશેષ મહત્વ છે કારણ કે, આજકાલ એવા ઘણા યુવાનો છે જેઓ લિવ-ઈનમાં રહે છે. આ સિરીઝ લિવ-ઈનમાં રહેતા લોકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને પરેશાનીઓ દર્શાવે છે. આ સિરીઝમાં તમને પ્રેમ, લડાઈ જોવા મળશે.

Karrle Tu Bhi Mohabbat

આ વેબ સિરીઝ એક એવા યુગલના પ્રેમની વાર્તા હોવી જોઈએ, જેણે ઉંમરનો એક તબક્કો પાર કર્યો છે. આ બાબત આ શ્રેણીની વાર્તાને ખાસ બનાવે છે. તમે આ વેબ સિરીઝ ALT Balaji પર જોઈ શકો છો.

આ પણ વાંચો : Teddy Day 2022 : વિશ્વના 5 સૌથી મોંઘા ટેડી રીંછ, એકની કિંમત તો એક કરોડ રૂપિયાથી વધુ છે, દરેક ટેડીની કહાની રસપ્રદ છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">