IPhone 13 પડવાથી ઉર્વશી રૌતેલીનું તૂટી ગયું દિલ, ફોનની સ્થિતિ જોઈને ઉડયા હોશ

TV9 GUJARATI

|

Updated on: Oct 14, 2021 | 11:18 PM

ઉર્વશી રૌતેલા સરવના સાથે 200 કરોડની મોટી બજેટની ફિલ્મ 'ધ લિજેન્ડ' થી તમિલમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. અભિનેત્રીએ Jio Studios અને T-Series સાથે ત્રણ ફિલ્મો પણ સાઇન કરી છે.

IPhone 13 પડવાથી ઉર્વશી રૌતેલીનું તૂટી ગયું દિલ, ફોનની સ્થિતિ જોઈને ઉડયા હોશ
Urvashi Rautela

Follow us on

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) તેની એક્ટિંગ કરતાં ચાહકોમાં સુંદરતા અને સ્ટાઇલ માટે વધુ જાણીતી છે. ઉર્વશી પોતાની ફિટનેસ માટે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રી તેના ખૂબસૂરત દેખાવ અને મોંઘા પોશાકને કારણે દરરોજ સમાચારોમાં રહે છે. પરંતુ તાજેતરમાં જ અભિનેત્રીના હાથમાંથી તેમનો આઇફોન 13 પડી ગયો, ત્યારબાદ તેમની હાલત ખરાબ થઇ ગઇ.

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ચાહકો અભિનેત્રી સાથે જોડાયેલી દરેક બાબતો જાણવા હંમેશા આતુર હોય છે. હવે જ્યારે અભિનેત્રીનો ફોન જમીન પર પડ્યો ત્યારે તે દરમિયાન અભિનેત્રીના એક્સપ્રેશન કેમેરામાં કેદ થયા છે.

ફોન પડ્યા બાદ ઉર્વશીનાં ઉડયા હોશ

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી ઉર્વશી રૌતેલા કારમાંથી નીચે ઉતરે છે, પરંતુ પછી તેનો આઈફોન 13 નીચે જમીન પર પડે છે, જેવો જ અભિનેત્રીનો ફોન નીચે પડે છે તેમના હોશ ઉડી જાય છે.

અભિનેત્રી તરત જ જમીન પર પડેલો મોંઘો ફોન ઉપાડે છે અને પછી તેને જુએ છે, પરંતુ જેવો જ ફોન ઉપાડે છે કે તેમના ચહેરાનો રંગ થોડો ઉડી ગયેલો દેખાય છે. તે જ સમયે, પાપરાજી પણ કહે છે કે અરે મેડમનો આઇફોન 13 પ્રો પડી ગયો. જોકે, ફોન પડ્યા બાદ અભિનેત્રી કેમેરાને અવગણીને આગળ વધે છે.

આ પછી અભિનેત્રી મીડિયા સામે કોઈ પોઝ પણ આપતી નથી. આ પરથી સ્પષ્ટ થાય છે કે અભિનેત્રીને ફોન પડવાને કારણે ખરાબ લાગ્યું છે હાલમાં, અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેમના ચાહકો પણ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ઋષભ પંતને પાઠવી હતી શુભેચ્છા

તાજેતરમાં, ઉર્વશી ચર્ચામાં આવી જ્યારે તેમણે ક્રિકેટર અને આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા. ઉર્વશી રૌતેલાએ ટ્વિટ કરીને તેમને બર્થડે વિશ કરતા લખ્યું. – ‘હેપ્પી બર્થ ડે’. આ ટ્વિટ બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો:- ખુલાસો: ‘Airlift’ માટે પહેલી પસંદ નહોતા અક્ષય કુમાર, આ દિવંગત અભિનેતાને કાસ્ટ કરવા માંગતા હતા ફિલ્મ નિર્માતાઓ

આ પણ વાંચો:- TMKOC : માસ્ટર ભીડેની શીખે બચાવ્યો ટપ્પુ સેનાનો જીવ, શું મળશે ચોરેલા પૈસા પાછા ?

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati