AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉર્ફી જાવેદને છોટા પંડિત બનવું પડ્યુ ભારે, મળી જાનથી મારી નાંખવાની ધમકી

ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ભૂલ ભુલૈયાના છોટા પંડિતમાં જોવા મળી હતી. હવે ઉર્ફીની આ ફેશન તેના માટે ખતરો બની ગઈ છે. હવે અભિનેત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.તે અવારનવાર પોતાની સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

ઉર્ફી જાવેદને છોટા પંડિત બનવું પડ્યુ ભારે, મળી જાનથી મારી નાંખવાની ધમકી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2023 | 11:37 AM
Share

ફેશનની દુનિયામાં એક મોટું નામ તો સૌ કોઈ જાણે છે. ઉર્ફી જાવેદે બિગ બોસ ઓટીટીમાં પણ એન્ટ્રી કરી ચૂકી છે. બસ ત્યારથી તે વધુ ચર્ચામાં રહે છે. હવે ઉર્ફી જાવેદને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. આ ધમકીનું કારણ તેનુ ફેશન છે. થોડા દિવસો પહેલા ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ભૂલ ભૂલૈયાના છોટા પંડિતના લુકમાં જોવા મળી હતી. હવે આ ફેશન માટે તેને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. આ વાતનો ખુલાસો ખુબ ઉર્ફીએ કર્યો છે.

ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર હૈલોવીન પાર્ટી લુક શેર કર્યો હતો. જેમાં તે ઓરેન્જ અને રેડ કલરની ધોતી પહેરેલી છે. ચેહરા પર લાલ રંગ લગાવ્યો છે. માથા પર અગરબતી કરી છે. ગળામાં ફુલનો હાર પહેર્યો છે. જેના માટે અભિનેત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ લાગ્યો છે.

સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ શેર કર્યો

તેના આ લુક પર લોકો ગુસ્સે થયા છે અને તેના આ વીડિયોને ડિલીટ કરવા માટે ઉર્ફીને મેલ કર્યો છે. જો તે વીડિયો ડિલીટ નહિ કરે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. ઉર્ફીએ પોતાના સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે. હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.ઉર્ફી બેપન્નાહ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કસૌટી ઝિંદગી કી જેવી સિરિયલોનો પણ ભાગ રહી ચૂકી છે.

તે 2020 માં એટલી લોકપ્રિય બની હતી કે તેને 2021 માં બિગ બોસ ઓટીટીમાં આવવાનું આમંત્રણ મળ્યું. પરંતુ વધુ સમય સુધી બિગ બોસમાં રહી ન હતી.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

હવે તેની ડ્રેસિંગ ફેશન સેન્સ અને સ્ટાઇલની ચર્ચા થવા લાગી અને આજે તે સ્ટાઇલિંગ દિવા બની ગઇ છે. તે અવારનવાર પોતાની સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવે છે.ફેશન ક્વીન અને સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અનોખી ફેશન સેન્સથી દર વખતે હલચલ મચાવે છે. મોટી સંખ્યામાં તેના ચાહકો પણ છે.

આ પણ વાંચો : અભિષેક કુમારનો સનસનાટીભર્યો દાવો, ઈશા માલવીયા પર લાગ્યો ગંભીર આરોપ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">