Tv9 Exclusive: ‘સરદાર ઉધમ’ને ઓસ્કાર માટે પસંદ ન કરવા અંગે વિક્કી કૌશલ અને નિર્દેશક સુજીત સરકારે કહી આ વાત

ઓસ્કાર માટે ભારત દ્વારા મોકલવામાં આવેલી ફિલ્મોની યાદીમાં વિદ્યા બાલન (Vidya Balan) ની 'શેરની' (Sherni) અને વિક્કી કૌશલ (Vicky Kaushal) ની ફિલ્મ 'સરદાર ઉધમ' (Sardar Udham) પણ સામેલ હતી.

Tv9 Exclusive: 'સરદાર ઉધમ'ને ઓસ્કાર માટે પસંદ ન કરવા અંગે વિક્કી કૌશલ અને નિર્દેશક સુજીત સરકારે કહી આ વાત
Vicky Kaushal, Shoojit Sircar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 11:38 PM

તમિલ ફિલ્મ કુઝંગલને 94મા ઓસ્કાર એવોર્ડ માટે ભારત દ્વારા મોકલવામાં આવી છે. જો કે કેટલાક લોકોને આ વાત બિલકુલ પસંદ નથી આવી અને તેઓ સોશિયલ મીડિયા પર જ્યુરીની પસંદગી પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ એવોર્ડ માટે સરદાર ઉધમને મોકલવી જોઈતી હતી. જોકે જ્યુરી વતી ઈન્દ્રદીપ દાસગુપ્તાએ આ ફિલ્મ ઓસ્કાર માટે પસંદ ન કરવાનું કારણ જણાવતા કહ્યું કે આ ફિલ્મ અંગ્રેજો પ્રત્યે નફરત દર્શાવે છે. અમારી સહોયગી ચેનલ Tv9 Bharatvarsh સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ‘સરદાર ઉધમ’ (Sardar Udham) એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને દિગ્દર્શક સુજીત સરકારે (Shoojit Sircar) ફિલ્મને ઓસ્કાર માટે પસંદ ન કરવા અંગે વાત કરી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

વિક્કી કૌશલે કહ્યું કે ઓસ્કાર માટે ફિલ્મની પસંદગીનું કામ કરતી પેનલમાં ઘણા દિગ્ગજ કલાકારો સામેલ હતા. દેખીતી રીતે તેમની ફિલ્મની પસંદગીને લઈને કેટલાક માપદંડ હશે. હું તેમના નિર્ણયનું સન્માન કરું છું. હું ખુશ છું કે તમિલ ફિલ્મ ‘કુઝંગલ’ ઓસ્કારમાં મોકલવામાં આવી રહી છે. હું આખી ટીમને અભિનંદન આપું છું. આમાં નિરાશ થવા જેવું કંઈ નથી. તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલે આ ફિલ્મની આખી ટીમને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટેગ કરીને પહેલાથી જ અભિનંદન પાઠવ્યા હતા.

જ્યુરી સભ્યો નફરત દેખાડવા માંગતા નથી

જ્યાં સુધી જ્યુરી દ્વારા ફિલ્મ ન મોકલવાના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે “સરદાર ઉધમ થોડી લાંબી ફિલ્મ છે અને તે જલિયાવાલા બાગની ઘટના પર આધારિત છે. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક ગુમનામ નાયક પર એક ભવ્ય ફિલ્મ બનાવવાનો આ એક નિષ્ઠાવાન પ્રયાસ છે. પરંતુ આ પ્રક્રિયામાં તે ફરીથી અંગ્રેજો પ્રત્યેની આપણી નફરતને દર્શાવે છે. ગ્લોબલાઈઝેશનના આ યુગમાં ફરી આ રીતે આ નફરત દર્શાવવી યોગ્ય નથી.”

ફિલ્મ ‘કૂઝંગલ’ની પ્રશંસા

ફિલ્મના નિર્દેશક સુજીત સરકારનું કહેવું છે કે ‘સરદાર ઉધમ’ વિશે દરેકને પોતાનો અભિપ્રાય રાખવાનો અધિકાર છે. તેમણે આ ફિલ્મ જોયા પછી જે અનુભવ્યું તે કહ્યું છે અને હું તેમને તેમની વ્યક્તિગત સલાહ આપવાથી રોક્વા વાળો કોઈ નથી. તેમના હિસાબે તેમણે ફિલ્મ વિશે જે કહ્યું છે તે સાચું હશે. પરંતુ હું કહેવા માંગુ છું કે જે ફિલ્મને ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે તે ખૂબ જ સારી ફિલ્મ છે અને હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે મેં આ ફિલ્મ જાતે જોઈ છે.

આ પણ વાંચો :- શું Shah Rukh Khan સાથે ફિલ્મ કરવાની નયનતારાએ પાડી દીધી છે ના? ક્યાંક આર્યન ખાન તો નથી આનું કારણ!

આ પણ વાંચો :- Shilpa Shettyએ પતિ રાજ કુન્દ્રા માટે કરાવી હતી અંડરકટ હેરસ્ટાઈલ, પતિના જામીન માટે રાખી હતી માનતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">