TMKOC : અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા સામે અમદાવાદમાં એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધાયો

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની પ્રસિદ્ધ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ફરિયાદ નોંધાઇ હતી. હાલ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ બબીતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

| Updated on: May 23, 2021 | 3:49 PM

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની પ્રસિદ્ધ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ફરિયાદ નોંધાઇ હતી. હાલ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ બબીતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં મુનમુન દત્તા ઉર્ફે બબીતોનો એક વીડિયો વાયરલ થયો હતો. જે સંદર્ભે અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. અને, હવે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.

પહેલા ફરિયાદને હવે નોંધાયો એટ્રોસિટી એક્ટનો ગુનો
જેમાં તેણીએ વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને લઈ દલિત સમાજ દ્વારા મુનમુન દત્તા સામે વિરોધનો સુર ઉઠાવ્યો છે. જેને પગલે સમાજ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે જ અમદાવાદના ખોખરા પોલીસે મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

અમદાવાદના ખોખરામાં વકીલે અભિનેત્રી સામે ફરિયાદ કરી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સહદેવ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ-ટ્યુબ પર એક વીડિયો તેમણે જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો પ્રયોગ થયો છે.

વાલ્મિકી સમાજની લાગણી દુભાઇ હોવાથી સમાજમાં વિરોધ

જેને પગલે દેશ તેમજ ગુજરાતમાં રહેતા વાલ્મિકી સમાજના લોકોની લાગણી દુભાઇ છે. સરકારે પ્રતિબંધિત કરેલા આ શબ્દનો ઉપયોગ સમાજને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ફરિયાદી વકીલ મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોખરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પહેલા અભિનેત્રી સામે સુરતમાં પણ વિરોધ થયો હતો
આ પહેલા સુરતમાં પણ વિરોધ થયો હતો. જેમાં મુનમુન દત્તા સામે સ્વાભિમાન સંસ્થા દ્વારા થોડા દિવસ પહેલા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઇ હતી. વાલ્મિકી સમાજનુ અપમાન કર્યુ હોવાની લાગણી સાથે વિરોધ કરાઈ રહ્યો છે. અભિનેત્રી સામે તાત્કાલિક અસરથી એફઆઈઆર નોંધાઈ તેવી માંગ કરવામાં આવી હતી. સ્વાભિમાન સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ ચીમકી આપી કે,મુન મુન દત્તા સામે કાયદેસરની કાર્યવાહી ઝડપથી ન થાય તો અનશન પર બેસવાની શરૂઆત કરવામાં આવશે.

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">