Tiku Weds Sheru: કંગના રનૌતે શેર કર્યો ફિલ્મનો ફર્સ્ટ લુક, નવાઝુદ્દીનની સામે જોવા મળી અવનીત કૌર

તમને જણાવી દઈએ કે કંગના રનૌત (Kangana Ranaut)ના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન સાઈ કબીર કરશે. આ પહેલીવાર નથી જ્યારે સાઈ કબીર અને કંગના રનૌત કોઈ ફિલ્મ માટે હાથ મિલાવ્યા હોય.

Tiku Weds Sheru: કંગના રનૌતે શેર કર્યો ફિલ્મનો ફર્સ્ટ લુક, નવાઝુદ્દીનની સામે જોવા મળી અવનીત કૌર
Nawazuddin Siddiqui, Avneet Kaur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 6:04 PM

અભિનેત્રી બાદ કંગના રનૌતે (Kangana Ranaut) દિગ્દર્શનના ક્ષેત્રમાં પગ મૂક્યો અને હવે તે ફિલ્મ નિર્માતા તરીકે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર છે. નિર્માતા તરીકે કંગના રનૌતની ડેબ્યૂ ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ (Tiku Weds Sheru)નું ફર્સ્ટ લૂક પોસ્ટર આજે એટલે કે સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. કંગના રનૌતે પોતે જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે, જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને અવનીત કૌર (Avneet Kaur) દુલ્હા-દુલ્હન કપલમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ પહેલા સિનેમાઘરોમાં અને પછી એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ફિલ્મનું પોસ્ટર શેર કરવાની સાથે કંગના રનૌતે પોતાની ફિલ્મના હીરો-હીરોઈનનો પણ દર્શકોને પરિચય કરાવ્યો છે. ફિલ્મના હીરો નવાઝુદ્દીન સિદ્દીકીનો ફર્સ્ટ લુક શેર કરતા કંગના રનૌતે કેપ્શનમાં લખ્યું છે- “જ્યારે પણ મળીએ છીએ ત્યારે દિલથી મળીએ છીએ, નહીં તો સપનામાં પણ ભાગ્યે જ મળીએ છીએ…. શિરાઝ ખાન ઉર્ફે શેરુને મળો.” આ પછી કંગનાએ તેની ફિલ્મ ટીકુને મળાવી એટલે કે અવનીત કૌરને. ફિલ્મની હિરોઈન ટીકુ એટલે કે અવનીત કૌરનો ફર્સ્ટ લૂક શેર કરતી વખતે કંગનાએ લખ્યું- “ચાલો ચંદ્ર સુધી, નહીં તો સાંજ સુધી. મળો તસ્લીમ ખાન ઉર્ફે ટીકુને.”

અહીં જુઓ ટીકુ વેડ્સ શેરુનું ફર્સ્ટ લૂક પોસ્ટર

કંગના રનૌતે તેમની ફિલ્મોના કલાકારોને રજૂ કરવાની સાથે સાથે ફિલ્મનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો હતો. ફિલ્મનું પોસ્ટર શેર કરતાં કંગના રનૌતે લખ્યું- એક નિર્માતા તરીકે મારી સફરની શરૂઆતના દિવસે પદ્મશ્રી એવોર્ડ મેળવવો મારા માટે ખૂબ જ ખાસ છે. મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ હેઠળના મારા પ્રથમ નિર્માણ સાહસનો ફર્સ્ટ લુક તમારી સાથે શેર કરું છું. ટીકુ વેડ્સ શેરુ. આશા છે કે આપ સૌને તે ગમશે.

આજે એટલે કે સોમવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કંગના રનૌતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. કંગના રનૌત દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવીને ઘણી ખુશ છે. કંગનાને આ સન્માન સિનેમામાં તેના મહત્વપૂર્ણ યોગદાન માટે મળ્યું છે.

હાલમાં જો ટીકુ વેડ્સ શેરુ ફિલ્મની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે કંગના રનૌતના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મને સાઈ કબીર ડાયરેક્ટ કરશે. આ પહેલીવાર નથી જ્યારે સાઈ કબીર અને કંગના રનૌત કોઈ ફિલ્મ માટે હાથ મિલાવ્યા હોય. આ પહેલા કંગના અને સાઈએ વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ રિવોલ્વર રાનીમાં સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો :- ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવવા પર Salman Khanએ બતાવ્યો એટિટ્યૂડ, કહી દીધું દૂર રહેવાનું

આ પણ વાંચો :- PHOTOS: રણબીર કપૂર અને નીતુ સિંહ સાથે તેના નવા ઘરની તપાસ લેવા પહોંચી આલિયા ભટ્ટ, કર્મચારીઓને સલાહ આપતી જોવા મળી

g clip-path="url(#clip0_868_265)">