AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vicky-Katrina Wedding : કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નના સમાચાર સાંભળીને એક્સ ગર્લફ્રેન્ડ હરલીનનું કંઈક આવું હતું રિએક્શન

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ તેમના લગ્નના સમાચારોને લઈને હાલ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. બંનેના લગ્નને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

Vicky-Katrina Wedding : કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નના સમાચાર સાંભળીને એક્સ ગર્લફ્રેન્ડ હરલીનનું કંઈક આવું હતું રિએક્શન
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:02 AM
Share

છેલ્લા કેટલાક દિવસોથી વિક્કી કૌશલ (vicky kaushal) તેની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સમાચાર તો એવા પણ મળી રહ્યા છે કે વિક્કી આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં કેટરીના કૈફ (katrina kaif ) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પરંતુ જણાવી દઈએ કે કેટરીના પહેલા વિકી અને હરલીન સેઠીના નામ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. પરંતુ પછી અચાનક જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

હવે હરલીન અને વિક્કી બંને તેમના જીવનમાં આગળ વધી ગયા છે. હવે જ્યારે વિક્કી અને કેટરીનાના લગ્નના સમાચાર દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યા છે તો આ વાત હરલીન સુધી પણ પહોંચી હશે. એક મીડિયા સાથે વાત કરતા હરલીનની મિત્રએ હરલીનનું રિએક્શન શું છે તે અંગે જણાવ્યું હતું.

શું છે હરલીન સેઠીની પ્રતિક્રિયા મિત્રે કહ્યું કે હરલીન હવે સંપૂર્ણ રીતે આગળ વધી ગઈ છે. તે પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. તે હાલમાં એકતા કપૂરના શો ધ ટેસ્ટ કેસ 2 માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ભાગમાં આખી વાર્તા હરલીનની આસપાસ હશે કારણ કે પહેલા ભાગમાં તે નિમ્રત કૌર પર નિર્ભર હતી. હાલમાં જ હરલીને આ ફિલ્મ માટે એક ગીત શૂટ કર્યું છે.

આ સિવાય હરલીન બીજા વેબ શો વિશે વાત કરી રહી છે. આ પહેલા એકતાના શો બ્રોકન બટ બ્યુટીફુલ માટે હરલીનના ખૂબ વખાણ થઈ ચૂક્યા છે. જો કે, આ મુદ્દે હરલીન તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી. વેબસાઈટ અનુસાર, જ્યારે હરલીનના મિત્રોએ તેની સાથે વિક્કી અને કેટરિનાના લગ્ન વિશે વાત કરી ત્યારે તેણે તેમની વાત કાપી નાખી અને કહ્યું કે મને તે ઝોનમાં ન લઈ જાઓ.

રિપોર્ટ્સ અનુસાર, વિક્કી કૌશલ અને કેટરિના કૈફ ડિસેમ્બરમાં રાજસ્થાનમાં શાહી લગ્ન કરવા જઈ રહ્યા છે. કેટરિના કૈફનો શાહી લગ્ન કરવાનો પ્લાન એટલા માટે છે કારણ કે તેને રાજસ્થાની સંસ્કૃતિ પસંદ છે. આ સિવાય એવા પણ સમાચાર છે કે વિક્કી અને કેટરીના લગ્ન પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પડોશી બનવાના છે.

વિક્કી એ જ બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ લીધું છે જ્યાં વિરાટ અને અનુષ્કા રહે છે. લગ્ન પછી વિક્કી કેટરિના સાથે ત્યાં જ રહેશે. જો કે આ સમાચારમાં કેટલું સત્ય છે તે તો બંને સ્ટાર્સ જ કહી શકે છે.

કેટરીનાના કારણે વહેલા લગ્ન એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિક્કી પહેલા આવતા વર્ષે મે મહિનામાં લગ્ન કરવા માંગતો હતો જેથી તે ત્યાં સુધીમાં તેના તમામ પ્રોજેક્ટ્સ પૂરા કરી લે અને પછી તે પોતાનો સંપૂર્ણ સમય કેટરીનાને આપે. પરંતુ કેટરીના ડિસેમ્બરમાં જ લગ્ન કરવા માંગે છે કારણ કે મે મહિનામાં બહુ જ ગરમી હોય છે.

આ પણ વાંચો  : Boney Kapoor Birthday: બોની કપૂર શ્રીદેવી સાથે કરવા માંગતા હતા લગ્ન, પરંતુ તેને રાખડી બંધાવવાની ફરજ પડી

આ પણ વાંચો : Jalaram Jayanti 2021: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ! જાણો તેમના જીવનમાં કેવા ચમત્કારો થયા ?

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">