આ 5 કોરિયન હિન્દી ડબ કરેલી સસ્પેન્સ થ્રિલર મૂવી રોમાંચ અને એક્શનથી ભરપૂર છે, જો તમે ન જોઈ હોય તો જરૂર જુઓ

|

Apr 30, 2022 | 11:04 PM

સ્ક્વિડ ગેમ (The Squid Game) વેબ સિરીઝ એ આજકાલ ખુબ લોકપ્રિય બની છે. આજકાલ કોરિયામાં બનેલી ફિલ્મો અને વેબ સિરીઝ લોકોને ખુબ પસંદ આવી રહી છે. કોરિયન મૂવીઝની ખાસિયત તેમની એક્શન અને થ્રિલ છે, જે ખૂબ જ અદભૂત હોય છે.

આ 5 કોરિયન હિન્દી ડબ કરેલી સસ્પેન્સ થ્રિલર મૂવી રોમાંચ અને એક્શનથી ભરપૂર છે, જો તમે ન જોઈ હોય તો જરૂર જુઓ
Squid Game Web Series (File Photo)

Follow us on

આજકાલ સ્ક્વિડ ગેમ (The Squid Game) વેબ સિરીઝ (Web Series) હિટ થઈ ગઈ છે. કોરિયન મૂવીઝની (Korean Movies) ખાસિયત તેમની એક્શન અને થ્રિલ છે, જે ખૂબ જ અદભૂત હોય છે. જો કે, આ ફિલ્મો હિન્દીમાં ભાગ્યે જ જોવા મળે છે, તેથી ભારતીય દર્શકો ભાગ્યે જ આ ફિલ્મોનો આનંદ માણી શકે છે. પરંતુ, આ ફિલ્મો યુટ્યુબ પર હિન્દીમાં ડબ કરેલી ચોક્કસ જોવા મળશે. એ અલગ વાત છે કે, કોરિયન ફિલ્મોના ઑફિશિયલ હિન્દી ડબ્સ બહુ ઓછાં મળતાં હશે, પણ કોરિયન ફિલ્મોનું ઓડિયન્સ ખુબ જ અલગ હોય છે.

આજે અમે તમને અમુક શ્રેષ્ઠ કોરિયન ફિલ્મો વિષે જણાવીશું. તમે આ કોરિયન ફિલ્મના એક્શન, રોમાંચ, ટ્વિસ્ટ અને ટર્ન્સનો સંપૂર્ણ આનંદ માણી શકો છો. જાણો કઈ એવી 5 શ્રેષ્ઠ કોરિયન ફિલ્મો છે કે જે તમે સરળતાથી ઓનલાઇન જોઈ શકો છો.

કોન્ફીડેન્શીયલ અસાઈન્મેન્ટ

આ ફિલ્મમાં એક જાસૂસને પકડવાની કહાની છે, જેના માટે સાઉથ અને નોર્થ કોરિયાની ટીમો પોતાનો જીવ બચાવે છે. આ ફિલ્મ એક્શનની દૃષ્ટિએ ઉત્તમ છે. આ જ કારણ છે કે, ઓફિશિયલી ડબ ન થવા છતાં પણ આ ફિલ્મને યુટ્યુબ પર અનેકવાર જોવામાં આવી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ધ સ્પાઇ અન્ડરકવર ઓપરેશન (2013)

કોરિયન એક્શન મૂવીઝના મામલે આ ફિલ્મ નંબર વન છે. આ ફિલ્મનું નામ સૂચવે છે તેમ, આ ફિલ્મમાં એક જાસૂસની વાર્તા છે, જે ગુપ્ત રીતે સોસાયટીમાં રહે છે. તેની પત્નીને પણ ખબર નથી કે તેણે ઘર ચલાવવા માટે કેટલાં જોખમોનો સામનો કરવો પડે છે.

માસ્ટર (2016)

આ એક કોરિયન ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે, જેની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને એક્શન તમને ચોંકાવી દેશે. સાયબર ફ્રોડ પર આધારિત આ ફિલ્મ અન્ડરરેટેડ રહી છે, પરંતુ હવે લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. સાયબર ક્રાઈમનો પર્દાફાશ કરવા માટે અધિકારી આવા લોકોની મદદ લઈને કેવી રીતે મિશન પાર પાડે છે, તે જોવા માટે તમારે આ ફિલ્મ નિહાળવી પડશે.

ધ પરફેક્ટ નંબર (2012)

આ ફિલ્મ એક એવી મિસ્ટ્રી થ્રિલર સ્ટોરી છે. જે તમારા મગજમાં ઘુમશે. આ મિસ્ટ્રી ડ્રામા ફિલ્મ એક ગણિતના શિક્ષકની વાર્તા છે જેણે બોર્ડ પરના દરેક પ્રશ્નને યોગ્ય રીતે ઉકેલ્યા છે, પરંતુ વાસ્તવિક જીવનનું ગણિત બરાબર ન મેળવી શક્યો. આમ છતાં તે દરેક મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર આવે છે, આ ફિલ્મ ધ પરફેક્ટ નંબરની વાર્તા છે.

ધ ડિવાઇન મુવ (2014)

આ ફિલ્મની એક્શન એટલી બધી ધમાકેદાર છે કે તે તમને સ્ક્રીનથી દૂર હટવા નહીં દે. જો તમે એક્શન ફિલ્મના ચાહક ન હોવ તો પણ તમે આ ફિલ્મના એક્શનથી તમારી નજર હટાવી નહિ શકો. આ ફિલ્મમાં એક એવા વ્યક્તિની વાર્તા છે, કે જે પહેલા એક ષડયંત્રનો શિકાર બને છે, પરંતુ જ્યારે તે છૂટી જાય છે, ત્યારે તે દરેક વસ્તુનો બદલો લે છે.

આ પણ વાંચો – KL રાહુલ-આથિયા શેટ્ટી બનશે આલિયા-રણબીર કપૂરના પાડોશી, લગ્ન પછી નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે

Published On - 11:01 pm, Sat, 30 April 22

Next Article