કંગનાની ફિલ્મ ‘Thalaivii’ પર વિવાદ, AIADMK ના મોટા નેતાએ ફિલ્મના આ દ્રશ્યો પર ઉઠાવ્યા વાંધા
કંગના રાણાવતની 'થલાઇવી' ને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. જેઓ જયલલિતા વિશે નથી જાણતા તેઓ કદાચ સાચી ખોટી હકીકતો વિશે જાણી શકતા નથી, પરંતુ તેમના પક્ષના નેતાએ આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં કેટલાક દ્રશ્યો ખોટા બતાવવામાં આવ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની (Kangana Ranaut) ફિલ્મ ‘થલાઇવી’ (Thalaivii), જે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતા (Tamil Nadu Former CM J. Jayalalithaa) ના જીવન પર આધારિત, તે ફિલ્મ ગઈકાલે એટલે કે 10 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. અને હવે આ ફિલ્મ અંગે નવો વિવાદ ઉભો થયો છે. ફિલ્મ રિલીઝ થયા બાદ AIADMK (ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગામ) ના નેતા અને પૂર્વ મંત્રી ડી. જયકુમારે (D. Jayakumar) કહ્યું કે, જયલલિતાની બાયોપિકમાં કેટલાક તથ્યો ખોટા આપવામાં આવ્યા છે.
એએલ. વિજય દ્વારા નિર્દેશિત અને અરવિંદ સ્વામી અભિનીત થલાઇવી ફિલ્મ જયકુમારે શુક્રવારે ચેન્નઇના એક થિયેટરમાં જોઇ હતી. અહીં ફિલ્મ જોયા બાદ પત્રકારો સાથે વાત કરતા જયકુમારે કહ્યું કે ભલે ફિલ્મ ખૂબ સારી રીતે બનાવવામાં આવી હોય, પરંતુ તેમાં કેટલાક દ્રશ્યો જે પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા અને AIADMK ના સ્થાપક અને નેતા સ્વર્ગસ્થ એમજી રામચંદ્રન પર ફિલ્માવવામાં આવ્યા છે, તે ખોટા છે.
MGR એ ક્યારેય મુખ્યમંત્રી બનવાની માંગ કરી નથી
ફિલ્મમાં એક દ્રશ્ય છે, જ્યાં એમ.જી.રામચંદ્રન (MGR) સી.એન. અન્નાદુરાઈના નેતૃત્વમાં રચાયેલી ડીએમકે પાર્ટીની પ્રથમ સરકારમાં મુખ્યમંત્રી બનવાની માંગ કરે છે. આ દ્રશ્ય અંગે જયકુમારે કહ્યું કે MGR એ ક્યારેય તે સ્થાન મેળવવાની માંગ કરી ન હતી. અહેવાલો અનુસાર, જયકુમારે જણાવ્યું હતું કે અન્નાદુરાઈ MGR ને મંત્રી બનવા માંગતા હતા, પરંતુ તેમણે પોતે જ તેને ના પાડી દીધી હતી અને બાદમાં તેમને સ્મોલ સેવિંગ્સ ડીપાર્ટમેન્ટના નાયબ વડા બનાવવામાં આવ્યા હતા.
1969 માં જ્યારે અન્નાદુરાઈનું અવસાન થયું ત્યારે એમજીઆરએ કરુણાનિધિનું નામ મુખ્યમંત્રી બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. AIADMK ની જાહેરાત પહેલા 1972 માં MGR અને કરુણાનિધિ અલગ થઈ ગયા. આ સિવાય જયકુમારે ફિલ્મના એક સીનને વધુ ખોટો ગણાવ્યો હતો. જયકુમારે કહ્યું કે ફિલ્મમાં એક દ્રશ્ય છે જ્યાં એમજીઆરને જાણ વગર જયલલિતાને રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીનો સંપર્ક કરતા બતાવવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે આ એકદમ ખોટું છે, કારણ કે તે ક્યારેય તેમના નેતાની વિરુદ્ધ નથી ગઈ.
તેમણે વધુમાં કહ્યું કે, ફિલ્મમાં કેટલાક દ્રશ્યો એવા છે જ્યાં MGR જયલલિતાને ઓછું મહત્વ આપતા દર્શાવવામાં આવ્યા છે, એ પણ યોગ્ય નથી. જયકુમારે કહ્યું કે જો આ દ્રશ્યો ફિલ્મમાંથી હટાવી દેવામાં આવે તો આ ફિલ્મ ખૂબ જ સફળ રહેશે.
આ પણ વાંચો: Photos: સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝના છેલ્લા મ્યુઝિક વિડીયોની તસવીરો થઈ વાયરલ, જોઈને રડી પડ્યા ફેન્સ
આ પણ વાંચો: KBC 13: દીપિકા પાદુકોણે તેના ડિપ્રેશન વિશે કરી ખુલીને વાત, જણાવ્યું કેવી ગંભીર થઈ ગઈ હતી હાલત