Money Heist Season 5 : બીજા પાર્ટનું ટીઝર રિલીઝ થયું, પ્રોફેસરની છેલ્લી ચાલ પર સૌની જીંદગી ટકેલી છે

|

Oct 14, 2021 | 2:31 PM

નેટફ્લિક્સે પહેલા સ્પેનિશમાં અને પછી અન્ય ભાષાઓમાં Money Heist સીઝન 5 ના પાર્ટ વનનું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ટીઝર માત્ર 31 સેકન્ડનું છે

Money Heist Season 5 : બીજા પાર્ટનું ટીઝર રિલીઝ થયું, પ્રોફેસરની છેલ્લી ચાલ પર સૌની જીંદગી ટકેલી છે
Money Heist Season

Follow us on

Money Heist Season 5 નેટફ્લિક્સ (Netflix)પર સૌથી લોકપ્રિય શો છે. તેની છેલ્લી સીઝનની જાહેરાત થઈ ત્યારથી, પ્રેક્ષકો તેના વિશે ખૂબ ઉત્સાહિત હતા.

છેલ્લી સીઝનનો પહેલો ભાગ એટલે કે સીઝન 5 (Money Heist Season 5) નેટફ્લિક્સ પર આવી ગઈ છે અને બીજા ભાગના આગમનની તારીખ પહેલાથી જ નક્કી થઈ ચૂકી છે.

જોકે આ સ્પેનિશ સીરિઝ વિશે પહેલેથી જ એક પ્રસિદ્ધિ છે, પરંતુ નેટફ્લિક્સ આ હાઇપને ઉંચું લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેટફ્લિક્સે(Netflix) તાજેતરમાં જ યુટ્યુબ પર (Money Heist Season)ના બીજા ભાગનું નાનું ટીઝર રિલીઝ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ટીઝરની ખાસ વાત

નેટફ્લિક્સે (Netflix) તેનું ટીઝર પહેલા સ્પેનિશમાં અને પછી અન્ય ભાષાઓમાં રજૂ કર્યું છે. આ ટીઝર માત્ર 31 સેકન્ડનું છે. ટીઝરની શરૂઆત નિરાશાથી ભરેલા પ્રોફેસરના સાથીઓના ચહેરા અને પ્રોફેસરના અવાજથી થાય છે. પ્રોફેસર (Professor)કહે છે, “છેલ્લા કેટલાક કલાકોમાં મેં મારી નજીકના બે લોકોને ગુમાવ્યા. હવે હું આ ચોરીને કારણે બીજા કોઈને મરવા નહીં દઉં. ” આ ટીઝરમાં સ્પષ્ટ છે કે, પહેલા ભાગના એક્શન દ્રશ્યો માત્ર એક ઝલક હતી, અસલી એક્શન હજું બાકી છે.

પ્રોફેસરે પણ હથિયારો ઉપાડ્યા

આ ટીઝરમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે, હવે પ્રોફેસરે પણ હથિયારો ઉપાડી લીધા છે. હવે પ્રોફેસર તાકાત તેમજ મન સાથે લડતા જોવા મળશે. અમે આ સીરિઝ દરમિયાન પ્રોફેસરને માત્ર મગજનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ટીઝર જોઈને લાગે છે કે, આ છેલ્લા ભાગમાં પ્રોફેસરના ભાગમાંથી કેટલાક એક્શન દ્રશ્યો પણ આવવાના છે. પ્રોફેસર (Professor)પોતાની ટીમના સભ્યોને બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે, આ અંતિમ સીઝનના પહેલા ભાગમાં, ‘ટોક્યો’ છેલ્લે મરતી જોવા મળી હતી. આ અંગે સોશિયલ મીડિયા (Social media)માં અટકળો ચાલી રહી છે કે ટોક્યો (Tokyo)હજી જીવિત છે. શું પ્રોફેસરના બધા સાથીઓ મરી જશે કે પ્રોફેસર સેનાની સ્પેશિયલ યુનિટ બેંક પરના હુમલામાં તેમને બચાવવાનો રસ્તો શોધશે? સોનાની ચોરીનું શું થશે જેના માટે દરેકનો જીવ દાવ પર છે? આવા ઘણા સવાલો છે જેના જવાબ મની હેસ્ટની સીઝન 5 ના બીજા ભાગમાં મળશે.

ફાઈનલ સીઝનનો પહેલો ભાગ 3 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ રિલીઝ થયો હતો. તેનો અંતિમ ભાગ 3 ડિસેમ્બર 2021 ના ​​રોજ નેટફ્લિક્સ(Netflix) પર રિલીઝ થશે. આ સીરિઝ સ્પેનિશ, હિન્દી, અંગ્રેજી સહિત અન્ય ઘણી ભાષાઓમાં દર્શકો માટે આવશે.

આ પણ વાંચો : OMG ! પોતાની માતાના ગળામાં સાઇકલનું લોક લગાવીને ભૂલી ગયો આ દીકરો, પોલીસે મહામહેનતે લોકને કાપ્યું

Next Article