AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satyaprem Ki Katha: કાર્તિક-કિયારાની ફિલ્મનો ચાલ્યો જાદુ, જાણો ત્રીજા દિવસે ‘સત્યપ્રેમ કી કથા’એ કેટલુ કર્યુ કલેક્શન?

box office collection: ઓછા બજેટમાં લગભગ 50 કરોડમાં બનેલી ફિલ્મ સત્યપ્રેમ કી કથાએ ફિલ્મ રિલીઝના ત્રણ દિવસમાં ડબલ ડિજિટમાં કમાણી કરી લીધી છે.

Satyaprem Ki Katha: કાર્તિક-કિયારાની ફિલ્મનો ચાલ્યો જાદુ, જાણો ત્રીજા દિવસે 'સત્યપ્રેમ કી કથા'એ કેટલુ કર્યુ કલેક્શન?
Satyaprem Ki Katha
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 12:14 PM
Share

Satyaprem Ki Katha: ભૂલ ભુલૈયા 2માં ધૂમ મચાવ્યા બાદ હવે બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયારા અડવાણી ફિલ્મ એકવાર ફરી કમાણી તરફ આગળ વધી રહી છે. સત્યપ્રેમ કી કથાથી બન્નેની જોડી દર્શકોના દિલ જીતી રહી છે. આ ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે તમને જણાવી દઈએ તો આ ફિલ્મ ઓછા બજેટની ફિલ્મ છે લગભગ 50 કરોડમાં આ ફિલ્મ બનાવામાં આવી છે જો કે ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં ડબલ ડિજિટમાં કમાણી કરી લીધી છે.

‘સત્યપ્રેમ કી કથા’એ કેટલી કમાણી કરી?

સત્યપ્રેમ કી કથાની સ્ટોરી વિવેચકોને પસંદ આવી રહી છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ સત્યપ્રેમ કી કથા ગુરુવારે ઈદના ખાસ અવસર પર રિલીઝ થઈ હતી. ત્યારે પહેલા જ દિવસે ફિલ્મે 9.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે બીજી દિવસે શુક્રવારે ફિલ્મની કમાણી થોડી ઘટી અને કલેક્શન 7 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે 3જા દિવસ ફિલ્મને શનિવારે રજાનો લાભ મળ્યો અને ફિલ્મે ડબલ ડિજિટમાં કમાણી કરી છે. sacnilkના રિપોર્ટ અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે 10.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે ફિલ્મનું કુલ કલેક્શન 26.40 કરોડ રૂપિયાની આસપાસ રહ્યું છે.

શું છે ફિલ્મની સ્ટોરી?

તમને જણાવી દઈએ તો ‘સત્યપ્રેમ કી કથા’ સત્યપ્રેમના પાત્રમાં કાર્તિક આર્યન અને કથાના પાત્રમાં કિયારા અડવાણીની લવ સ્ટોરી રિપ્રેઝેન્ટ કરે છે. ફિલ્મમાં પ્રેમની સાથે સાથે કોમેડી પણ છે. સાથે જ, ફિલ્મ અંતમાં એક સારો સંદેશ પણ આપે છે, સમાજનો એ પ્રશ્ન જેના પર લોકો વાત કરવાનું ટાળે છે. તે આ ફિલ્મમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ફિલ્મની સાથે દર્શકોએ કાર્તિક, કિયારા, ગજરાજ, સુપ્રિયા વગેરેની એક્ટિંગની પણ પ્રશંસા કરી છે. તે જ સમયે, ફિલ્મમાં માત્ર થોડા જ દ્રશ્યોમાં દેખાયેલ રાજપાલે પણ દર્શકોના દિલ જીત્યા છે.

તમને જણાવી દઈએ કે, સત્યપ્રેમ કી કથા કાર્તિક અને કિયારાની એકસાથે બીજી હિટ ફિલ્મ છે. આ પહેલા ભુલ ભુલૈયા 2માં તેમની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જ્યારે, કાર્તિક અગાઉ શહેજાદામાં જોવા મળ્યો હતો, જેનો તે પોતે નિર્માતા હતો. ફિલ્મમાં કાર્તિક-કિયારા ઉપરાંત રઘુવીર યાદવ, સુપ્રિયા પાઠક અને રાજપાલ યાદવ જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">