‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એપ્રિલના ત્રીજા સપ્તાહથી OTT પ્લેટફોર્મ ઝી 5 પર સ્ટ્રીમ થશે
'ધ કાશ્મીર ફાઇલ્સ' એ આ વર્ષે પેન્ડેમિક એરામાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ભાષાની ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મને થિયેટરોમાં નિહાળવા લોકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. બહુ જલ્દી આ ફિલ્મ OTT પર રિલીઝ થશે.
ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર અત્યારે ધૂમ કમાણી કરી રહી છે અને હવે તે ₹200 કરોડની ક્લબમાં પ્રવેશી છે. આ ફિલ્મે માત્ર સારો વેપાર કર્યો છે, એવું જ નહીં પરંતુ તેના શાનદાર પ્રદર્શને ફિલ્મ ઉદ્યોગને પણ આશ્ચર્યચકિત કરી દીધું છે. ગત તા. 11/03/2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ હાલમાં ₹200 કરોડની ક્લબમાં પ્રવેશી ચુકી છે. કોરોના મહામારી (Covid-19) પછીના યુગમાં સૌથી વધુ કમાણી કરનારી આ હિન્દી ભાષાની ફિલ્મ બની ચુકી છે.
હવે આ ફિલ્મ તેનું ભવ્ય OTT ડેબ્યુ કરવા માટે તૈયાર છે. અમે તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર, પુનીત ઈસ્સાર અને પ્રકાશ બેલાવાડી મુખ્ય ભૂમિકામાં છે. FilmiBeatના એક અહેવાલ મુજબ, અત્યારે આ ફિલ્મના ડિજિટલ અધિકારો OTT જાયન્ટ ZEE5 પાસે છે. હાલમાં સિનેમાઘરોમાં સફળતા પૂર્વક ચાલી રહેલી આ ફિલ્મ એપ્રિલના ત્રીજા સપ્તાહની આસપાસ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ શરૂ કરશે.
આ ફિલ્મની વાર્તા જોઈએ તો તેમાં વર્ષ 1990માં કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલા અત્યાચારોને ખૂબ જ વિગતવાર દર્શાવવામાં આવી છે. હાલમાં આ ફિલ્મની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી રહી છે અને તેના અદ્ભુત પ્રદર્શન માટે ઘણી બધા ટીકાકારોની પ્રશંસા મેળવવામાં સફળ રહી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મને ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, ગોવા, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતભરના લોકો આ ફિલ્મને જોરદાર સમર્થન આપી રહ્યા છે. સુપ્રસિદ્ધ અભિનેતા આમિર ખાને તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હતી કે, કેવી રીતે દરેક ભારતીય માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા માટે સમય કાઢવો તે સંપૂર્ણપણે અભિન્ન બાબત છે. આ ફિલ્મે માનવતામાં માનતા તમામ લોકોની લાગણીઓને સ્પર્શી છે અને તે જ અદ્ભુત છે. હું ચોક્કસપણે આ ફિલ્મ જોઈશ અને ફિલ્મ સફળ થઈ તે જોઈને હું ખૂબ જ ખુશ છું. મને લાગે છે કે ભારતમાં આ તે સમય છે જે દુઃખદ હતો, લોકોએ ધ્યાનથી જોવું જોઈએ અને યાદ રાખવું જોઈએ.
આ પણ વાંચો – Akshay Kumarને બચ્ચન પાંડે’ ના ચાલવાનું દુઃખ, કહ્યું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ મારી ફિલ્મ ડુબાડી